સ્પેસ એજન્સી નાસાની મદદથી અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પ્રથમ કોમર્શીયલ મિશન ચદ્રં પર સફળતાપૂર્વક લેન્ડ કયુ છે . હ્યુસ્ટનની કંપની ઈન્ટુસિવ મશિન્સએ લગભગ ૫૨ વર્ષ બાદ દેશનું પ્રથમ સ્પેસશીપ ચદ્રં પર ઉતારવામાં સફળતા મેળવી છે. આ અવકાશયાન રોબોટિક સ્પેસક્રાટ લેન્ડર ઓડીસિયસ છે. ખાનગી કંપનીનું આ પહેલું અવકાશયાન છે, જે સફળતાપૂર્વક ચદ્રં પર ઉતયુ છે. નાસા દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચદ્રં પર ઓડીસિયસનું લેન્ડિંગ ભારતીય સમય અનુસાર સાંજે ૪:૫૩ કલાકે થયું હતું.
ચદ્રં પર ઉતરતા પહેલા ઓડીસિયસની નેવિગેશન સિસ્ટમમાં કેટલીક ખામી હતી, તેમ છતાં તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. નાસાની માહિતી અનુસાર, લેન્ડિંગ પહેલા અવકાશયાનની ગતિ વધી ગઈ હતી. તેણે ચંદ્રની આસપાસ વધારાની ભ્રમણ કયુ હતું , જેના કારણે તેના ઉતરાણનો સમય બદલાઈ ગયો હતો આ સ્પેસશીપ પહેલા ૧૪મી ફેબ્રુઆરીએ લોન્ચ થવાનું હતું પરંતુ ઈંધણ સંબંધિત સમસ્યાઓના કારણે તેમાં વિલબં થયો હતો. અત્યાર સુધી ભારત, જાપાન, ચીન અને રશિયા ચદ્રં પર પોતાના મિશનમાં સફળ રહ્યા છે, હવે અમેરિકા પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી કોઈ ખાનગી કંપનીએ આવું કયુ નથી. ષટકોણ આકારનું વાહન ૪,૦૦૦ માઈલ (૬,૫૦૦ કિલોમીટર) પ્રતિ કલાકની ધીમી ગતિએ ૨૩૨૩ પર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચ્યું.કંપનીના ચીફ ટેકનોલોજી ઓફિસર ટિમ ક્રેને કહ્યું, સંદેહ વિના અમાં સાધન ચંદ્રની સપાટી પર છે અને અમે પ્રસારણ કરી રહ્યા છીએ, આ માટે ટીમને અભિનંદન, અમે જોઈશું કે અમે કેટલું પ્રા કરી શકીએ છીએ. એક અન્ય અમેરિકન કંપનીએ પણ ચદ્રં પર મિશન મોકલવાનો પ્રયાસ કર્યેા હતો, જે ગયા મહિને નિષ્ફળ ગયો હતો. આથી ખાનગી કંપની માટે આ એક મોટો પડકાર હતો. વર્ષ ૧૯૭૨માં એપોલો ૧૭ મિશનએ ચદ્રં પર સોટ લેન્ડિંગ કયુ હતું, ત્યારબાદ અમેરિકાએ વર્ષ ૨૦૨૨માં ચદ્રં પર આર્ટેમિસ–૧ મિશન મોકલ્યું હતું, પરંતુ આ અવકાશયાન ચદ્રં પર ઉતરી શકયું ન હતું
માણસો ઉતરતા પહેલાં અવલોકન
નાસાના વરિ અધિકારી જોએલ કેન્ર્સે જણાવ્યું હતું કે, વર્તમાન મિશન દક્ષિણ ધ્રુવ પર એવા સ્થાનની પર્યાવરણીય પરિસ્થિતિઓને ખરેખર જોવાના પ્રથમ પ્રયાસોમાંનો એક હશે યાં અમે ભવિષ્યમાં અમારા અવકાશયાત્રીઓને મોકલવાના છીએ. તેમણે કહ્યું, પ્રથમ માનવ મિશન મોકલતા પહેલા, અમે જાણવા માંગીએ છીએ કે તે કેટલું ગરમ કે ઠંડુ છે, ત્યાનું રેડિયેશન, વાતાવરણ શું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech