ચોટીલા પાસે એમ્બ્યુલન્સ–ટ્રક વચ્ચે અકસ્માત: ત્રણના મોત

  • March 26, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલાથી રાજકોટ મહિલા દર્દી તથા તેના પરિવારજનોને લઇને આવી રહેલી ખાનગી એમ્બ્યુલન્સ ઇકો કાર ચોટીલાથી રાજકોટ તરફના માર્ગે આપાગીગાના ઓટલા પાસે ટ્રક સાથ અથડાઇ પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એમ્બ્યુલન્સ ચાલક તેમજ મહિલા દર્દીની પુત્રી તથા બહેનના મૃત્યુ નિપયાની ઘટનાથી ભારે અરેરાટી મચી જવા પામી હતી.

પ્રા માહિતી મુજબ ચોટીલાના રાજપરા ગામે રહેતા હરેશ મકવાણાએ ગઇકાલે મારકૂટ કરી હોવાથી સારવાર અર્થે ચોટીલાની રેફરલ હોસ્પિટલમાં પુત્ર તથા પુત્રી પાયલ (ઉ.વ.૧૮) લઇ આવ્યા હતાં. બનાવના પગલે રાજકોટથી કાજલબેનની બહેન ગીતા તથા બનેવી જયેશ મિયાત્રા પણ દોડી આવ્યા હતાં. રાત્રીના સમયે કાજલબેન (ઉ.વ.૩૭)ને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ આવવા માટે ખાનગી ઇકો એમ્બ્યુલન્સ ભાડે કરાઇ હતી.

એમ્બ્યુલન્સ ડ્રાઇવર ચોટીલાનો વિજય ઉર્ફે હકાભાઇ જીવાભાઇ બાવળિયા (ઉ.વ.૩૯) ચલાવતો હતો. બાજુમાં મહિલા દર્દીના બનેવી જયેશભાઇ બેઠા હતાં. પાછળની સીટમાં દર્દી કાજલબેન તેની પુત્રી પાયલ (ઉ.વ.૧૮) તથા બહેન રાજકોટના રહેવાસી ગીતાબેન (ઉ.વ.૪૨) બેઠા હતાં. ચોટીલાથી છએક કિલોમીટર દૂર રાજકોટ તરફ એમ્બ્યુલન્સ પહોંચતા આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અથડાઇ પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ગીતાબેનનું ઘટના સ્થળે જ મોત નિપયું હતું. જયારે એમ્બ્યુલન્સ ચાલક વિજય તથા પાયલને સારવારમાં રાજકોટ સિવિલમાં લવાયા હતાં. જયાં મોડી રાત્રીના બન્નેએ દમ તોડયો હતો. જયારે જયેશભાઇ તથા દર્દી કાજલબેનને પણ ઇજા થઇ હોવાથી એ બન્નેને ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

પોલીસના સૂત્રોમાંથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ટ્રક હોટલ તરફ વળી રહ્યો હતો એ સમયે એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ પડી હતી. કારનો કડૂસલો બોલી ગયો હતો. અકસ્માતના પગલે અન્ય વાહનધારકો, હોટલ તેમજ નજીક આપાગીગાના ઓટલા પરના શ્રધ્ધાળુઓ, સેવાભાવીઓ દોડી આવ્યા હતાં.ઇજાગ્રસ્તોને તાત્કાલીક કારમાંથી બહાર કાઢયા હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડયા હતાં. જેમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા એમ્બ્યુલન્સ ચાલક વિજય તથા મહિલા દર્દીની યુવાન પુત્રી પાયલનો અને બહેનનો જીવ બચી શકયો ન હતો. ગમખ્વાર ઘટનાને લઇને ત્રણ પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application