કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રવેશદ્રાર પાસે અહેમદપુર માંડવી બીચ ખાતે ડોલ્ફિન માછલીનો અદભૂત નજારો

  • November 19, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રવેશ દ્રાર પાસે અહેમદપુર માંડવી બીચ આવેલો છે. અહી ગુજરાતનો આ દરીયા કીનારો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ સાથે જોડાયેલો છે. અહી સહેલાણીઓને એકદમ શાંત અને સુંદર દરીયા કિનારો જોવા મળે છે. આ દરિયામાં જવા માટે અવનવી રાઇડઝ પણ સહેલાણીઓ માટે ચાલે છે. આ બીચ ઉપર પર્યટકો મોજ કરતા હોય છે. ગુજરાતની એક માત્ર એડવેન્ચર વોટર સ્પોટર્સ નામની રાઇડસ દરિયામાં ચાલે છે.
હાલ શિયાળાની શઆત થતાં આ દરિયામાં ડોલ્ફિન માછલીનો અદ્રત્પત નજારો જોવા મળે છે. આ બીચ ઉપરથી આ એડવેન્ચર વોટર સ્પોટ દ્રારા દીવના દરિયામાં આ ડોલ્ફિન માછલી જોવા મળે છે. ઘણી વાર એક સાથે ૮થી ૧૦ તો કયારેક ૨૫થી વધુ ડોલ્ફિન માછલી જોવા મળતી હોય છે. આ માછલી ખૂબ શાંત માછલીઓ છે. અને દરિયાના પાણીમાંથી હવામાં છલાંગ મારતી જોવા મળે છે. આ નજારો જોવા સહેલાણીઓ પહેલાથી આ માટેનું બુકિંગ કરવી લેતા હોય છે.
આ ડોલ્ફિન માછલી સાદું અને સિમ્પલ માણસ જેવુ પ્રાણી છે તેના નાના બચ્ચા સાથે પાણીમાં કૂદકા મારે છે કે દરિયામાં પાણી બહાર ત્રણથી ચાર ફુટ ઉંચા કૂદકા મારે છે. જે માત્ર તેની પીઠ જ બહાર કાઢે છે. આ ડોલ્ફિન જોવાનો એક અનેરો આનંદની અનુભૂતિ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application