વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજરોજ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભુમિ દ્વારકા તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. બેટ-દ્વારકા ૯૭૮.૯૩ કરોડના ખર્ચે સિગ્નેચર બ્રીજનું નિર્માણ કરાયું છે જેના લોકાર્પણ માટે વડાપ્રધાન દ્વારકા ખાતે આવી રહ્યાં છે ત્યારે તેમને આવકારવા ગોમતી ઘાટે મહા આરતીનું આયોજન કરાયું હતું તેની સાથો-સાથ ભવ્ય ગોમતી ઘાટે વૉટર પ્રોજકશન લાઈટ એન્ડ શો યોજવામાં આવ્યો હતો જેમાં શ્રીકૃષ્ણ ભગવાનના બાળ સ્વરુપથી લઈને સમગ્ર જીવન ચરિત્ર દર્શાવવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ તેમજ યાત્રિકોએ લાભ લીધો હતો અને અભિભૂત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech