ખરાબ હવામાનના કારણે બાલતાલ અને પહેલગામના બે રૂટ પર અમરનાથ યાત્રા રોકી દેવાઈ

  • July 07, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખરાબ હવામાનને કારણે શુક્રવારે સવારે બાલતાલ અને પહેલગામના બે રૂટ પર અમરનાથ યાત્રાને થોડા સમય માટે રોકી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે અને આજે સવારે કોઈ તીર્થયાત્રીને ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી." શુક્રવારે સવારે ભારે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે યાત્રાળુઓની યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, તેઓએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.



અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ, 7,000 થી વધુ શ્રદ્ધાળુઓનો નવો સમૂહ જમ્મુના બેઝ કેમ્પથી સવારે 4.45 વાગ્યે અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 247 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓ ખીણ તરફ આગળ વધ્યા હતા. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે, જેના કારણે પહાડીઓથી લઈને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અગાઉ ગુરુવારે, 17202 થી વધુ શ્રદ્ધાળુઓ શ્રી અમરનાથજી પવિત્ર ગુફાના દર્શને આવ્યા હતા, છેલ્લા સાત દિવસ દરમિયાન શ્રી અમરનાથજીના દર્શન કરનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા અત્યાર સુધીમાં 84768 પર પહોંચી ગઈ છે. એક અધિકારીએ આ જાણકારી આપી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application