રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બાંધકામ વપરાશની પરવાનગી અપાયા બાદ સમયાંતરે સ્થળ ચકાસણી કરવા અંગેની માર્ગદર્શિકાને અનુસરવા આજે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ હત્પકમ કર્યેા છે, જેથી હવે ટૂંક સમયમાં સમગ્ર શહેરમાં ચેકિંગનો દોર શ થશે અને ગેરકાયદે બાંધકામો ધડાધડ સીલ થશે તથા ડિમોલિશનનો દોર શ થશે.
આ વિશે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ્ર વિસ્તારમાં આવેલ મકાનો કે જેમાં મોટી સંખ્યામાં વ્યકિતઓ એકત્રિત થતા હોય (લાર્જ પબ્લિક ગેધરિંગ પ્લેસ બિલ્ડીંગ) તથા સી.જી.ડી.સી.આર.ની જોગવાઇ મુજબ એસેમ્બલીની વ્યાખ્યા હેઠળ આવતાં હોય તેવા મકાનો જેમ કે સિનેમા, મલ્ટીપ્લેક્ષ, ઓડીટોરીયમ, બેન્કવેટ–કોમ્યુનીટી હોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ,, ટુશન કલાસીસ, મોટા શોપિંગ મોલ, ફડ–કોર્ટ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વિગેરે પ્રકારના બાંધકામો વિગેરે સંદર્ભે સલામતી તેમજ બિનઅધિકૃત બાંધકામ પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે સમયાન્તરે સ્થળ ચકાસણી માટે કાર્યપધ્ધતિ અનુસરવા હત્પકમ કર્યેા છે.
કોર્ટ મેટર–હત્પકમો–ડાયરેકશનનું રેડી રેકનર નિભાવવાનું અને સતત અપડેટ રહેવાનું
ઉપરોકત કાર્યવાહીઅમલવારી સબંધે થતી કોર્ટ મેટરદાવાઓ અંગે સબંધિત આસી. એન્જીનીયરએડી. આસી. એન્જીનીયર દ્રારા સમયમર્યાદામાં મ્યુની. એડવોકેટની નિમણુક થાય તે ધ્યાને રાખવાનું રહેશે અને સબંધિત આસી. એન્જીનીયર એડી. આસી. એન્જીનીયર દ્રારા રા.મ્યુ.કો. વતી નિયતસમયમર્યાદામાં જવાબએફિડેવિટનો મુસદ્દો સબંધિત મ્યુની. એડવોકેટનો સંપર્ક કરી તૈયાર કરાવી આસી. ટાઉન પ્લાનર મારફતે સક્ષમ સત્તાધિકારીની મંજુરી મેળવી આનુષંગીક કાર્યવાહી કરવાની રહેશે. સબંધિત વોર્ડના આસી. એન્જીનીયરએડી. આસી. એન્જીનીયર દ્રારા આ અંગેનું એક અલાયદુ દાવા રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા પખવાડીક ધોરણે તેને અધતન અપડેટ કરવાનું રહેશે. કોર્ટ દ્રારા વિવિધ મેટર્સમાં કરવામાં આવેલ ઓરલ ઓર્ડર–ડાયરેકશનની કેસવાઈઝ સંક્ષી નોંધ (રેડી રેકનર) સબંધિત આસી.ટાઉન પ્લાનરએ જાળવવાની રહેશે અને કોર્ટના આદેશ–ડાયરેકશનનું પાલન થાય અને કરવામાં આવેલ કાયર્વાહીની નોંધ (એકશન ટેકન રિપોર્ટ) કોર્ટ સમક્ષ સમયબદ્ધ રીતે રજુ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
બીયુપી ન હોય તો ૧૪ દી'માં મેળવી લેવાનું, નહીં તો સીલ
જે–તે દિવસની સ્થિતિએ બાંધકામ વપરાશની પરવાનગી નથી એવા મકાનો સંદર્ભે બી.યુ. પરવાનગી મળવાપાત્ર હોય તેવા કિસ્સામાં દિન–૧૪ માં બાંધકામ વપરાશની પરવાનગી મેળવી રજુ કરવા જાણ કરવી અને જો તેમ કરવામાં ન આવે તો મકાનનો ઉપયોગ બધં કરવા નોટીસ આપીને વીજ જોડાણ બધં કરવા તથા સીલની કાર્યવાહી કરાશે.જે કિસ્સામાં સીજીડીસીઆરની જોગવાઈ મુજબ મળવાપાત્ર નથી તેવું પ્રાથમિક રીતે જણાઈ આવે તેવા કિસ્સામાં બાંધકામ સીલ કરવાની કાર્યવાહી કરવી
બીયુપી ધરાવતા બિલ્ડિંગની વિસ્તૃત યાદી તૈયાર કરાશે
સિનેમા, મલ્ટીપ્લેક્ષ, ઓડીટોરીયમ, બેન્કવેટ, કોમ્યુનીટી હોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ,ટુશન કલાસીસ, મોટા શોપિંગ મોલ, ફડ–કોર્ટ, રેસ્ટોરન્ટ વિગેરે લાર્જ પબ્લિક ગેધરિંગ ધરાવતા તેમજ હોસ્પિટલ તેમજ યાં વિશાળ સંખ્યામાં પબ્લિક એકત્રિત થતી હોય તેવા પ્રકારના મકાનો તા.૧–૬–૨૦૨૪ની સ્થિતિએ બાંધકામ વપરાશની પરવાનગી (બીયુપી) ધરાવે છે કે નહિ તેની અધતન યાદી ત્રણ માસમાં તૈયાર કરવાની રહેશે
અરજી મંજૂર કરવા પાત્ર ન હોય તો તુરતં સીલ
જે કિસ્સામાં બાંધકામ નિયમિત કરવા ધ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝડ ડેવલપમેન્ટ એકટ–૨૦૨૨ અંતર્ગત નિયમિતતા માટે અરજી કરેલ હોય તો તેની ચકાસણી કરી, અરજીના નિકાલની કાર્યવાહી અગ્રતાક્રમે પૂર્ણ કરવી તેમજ બાંધકામ નિયમિત થાય નહિ ત્યાં સુધી સ્થળે વપરાશ બધં કરાવવા કાર્યવાહી કરવી, અને જો બાંધકામ નિયમિતતાને પાત્ર ન હોય તે નામંજૂર કરી, સીલની કાર્યવાહી કરી, બાંધકામ દુર કરવા આગળની નિયમાનુસારની આનુષંગિક કાર્યવાહી કરાશે
દર છ મહિને એક વખત ઇન્સ્પેકશન ફરજિયાત
બાંધકામોની દર છ માસના સમયાંતરે ઓછોમાં ઓછી એક વાર થાય તે રીતે ઉપરોકત તમામ બાંધકામની સ્થળ ચકાસણીનું આયોજન કરવાનું રહેશે તથા બાંધકામના ઉપયોગ અને બાંધકામની સ્થળ સ્થિતિ અંગે આપવામાં આવેલ બાંધકામ વપરાશની પરવાનગીના સદંર્ભમાં અનધિકૃત બાંધકામ કે સલામતી જોખમાય તે પ્રકારના ગેરકાયદેસર ફેરફાર કરેલ છે કે કેમ? તેમજ એન્ટ્રી–એકઝીટ–દિશા સૂચન, સ્ટેર, એસ્કેપ ટ પ્લાન ડિસ્પ્લે વિગેરે યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવેલ છે કે કેમ? વિગેરે બાબતોની ચકાસણી કરવી
રેન્ડમ વેરીફિકેશન નિયમિત કરતા રહેવું
જો અનધિકૃત ફેરફાર ન હોય તો તે અગેનું પ્રમાણપત્ર સબંધિત આસી. ટાઉન પ્લનાર મારફતે ટાઉન પ્લાનિંગ ઓફિસરના ધ્યાને મુકવાનું રહેશે. બાંધકામનો ઉપયોગ કે બાંધકામની સ્થળ સ્થિતિમાં મોટા પ્રમાણમાં અનધિકૃત ફેરફાર થયેલ હોય તો સબંધિત આસી. ટાઉન પ્લાનર મારફતે ટાઉન પ્લાનિંગ ઓફિસરના ધ્યાને મૂકી તાત્કાલિક ઉપયોગ બધં કરાવી બાંધકામ સીલની કાર્યવાહી કરવી તેમજ સક્ષમ સત્તાધિકારીની અનુમતી મેળવી અનધિકૃત બાંધકામ દુર કરવાની કાર્યવાહી તાત્કાલિક કરવી.
સોટવેર તૈયાર કરવા માટે આદેશ
કોમ્પ્યુટર વિભાગ દ્રારા ઉપરોકત કામગીરી માટે સોટવેર પ્રોગ્રામ કરવા આનુસાંગિક કાર્યવાહી પણ કરવામાં આવનાર છે તેમ પણ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું. રેકર્ડમાં હયાત મકાનોના સુધારા વધારાની બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવે કે નવા બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવે તે સાથે વોર્ડવાઈઝ ડેટાબેઝ સમયાંતરે અધતન અપડેટ કરવાનો રહેશે.
ઇમ્પેકટ હેઠળ અરજી ન હોય તો બાંધકામ તોડો
જે કિસ્સામાં ધ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ ઓફ અન ઓથોરાઇઝડ ડેવલપમેન્ટ એકટ–૨૦૨૨ અંતર્ગત નિયમિતતા માટે અરજી કરેલ નથી તે કિસ્સામાં તાત્કાલિક ઉપયોગ બધં કરાવી સીલની કાર્યવાહી કરીને સક્ષમ સત્તાધિકારીની અનુમતિ મેળવી, બાંધકામ દુર કરવા આનુષંગિક કાર્યવાહી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech