જામ્યુકો સોસાયટીઓ, કોમર્શિયલ સેન્ટરોમાં પયર્વિરણના નિતી નિયમોનું અક્ષરસહ પાલન કરાવશે ખરા...?
વિશ્વભરમાં કલાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે, વૃક્ષો વાવવા, પયર્વિરણ બચાવવું માનવ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે,કોરોના,લોકડાઉન સમયમાં પયર્વિરણ અને વૃક્ષો માનવ જીવન માટે કેટલા અગત્યના છે,તે વિશ્વભરની જનતાને ખબર પડી ગઈ.હાલમાં વિશ્વભરમાં કલાઈમેકસ બદલી રહ્યું છે ક્યાંક લીમીટ બહાર ગરમી વરસાદ, આંધી વરસી રહી છે જે સમગ્ર દુનિયા અનુભવી રહી છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં સૂર્ય આગ ઓકી રહ્યો છે મહતમ શહેરનું તાપમાન 40 ડીગ્રીનો આક વટાવી રહ્યો છે.
જામનગર સહિતના શહેરોના વિસ્તાર રાજાના કુંવરની વધી રહ્યા છે,જેનો ભોગ લીલાછમ ખેતરો, વૃક્ષો બની રહ્યા છે, વૃક્ષોનું વાવેતર થઈ શકે,જમીનનું વાવેતર શકય નથી,આપણી પાસે જે જમીન છે તે જ જમીન, ધરતીમાં આપણે રમવાનું છે હવે એ ધરતી જમીનમાં આપણે કેટલું સિમેન્ટનું વાવેતર કરવું, કેટલી લીલોતરી વાવેતર કરવી.
ભારત ખેતી પ્રધાન દેશ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની તેજ ગતિમાં કોમર્શિયલ સેન્ટરો,રહેઠાણો, ઉદ્યોગો પાછળ,ખેતીની જમીન, જળ, માટીનો ભોગ લેવાઈ રહ્યો છે.
ગામડા ભાંગી રહ્યા છે,યંગ જનરેશનને ખેતી કરવી ગમતી નથી,ખેતીમાં વધારે મહેનત ઓછી આવક,અન્ય ધંધામાં ઓછી મહેનતે વધારે આવક મળતી હોય તો ધૂળને ચૂથવાનો ધંધો કોણ કરે ?
વિરોધ વિકાસનો હોય જ ના શકે પરંતુ વિકાસની દોડમાં પયર્વિરણ,ખેતીની જમીનનો ભોગ લેવાઈ રહ્યો છે તેમ કહીએ તો ખોટું નહીં ગણાય,નવી નવી આધુનિક સોસાયટીઓ,અધતન સુવિધાયુકત એપાર્ટમેન્ટો, બિઝનેસ સેન્ટરો ઉગે છે,ચણાય છે ખેતીની જમીનોના ભોગે જ,ખરાબાની જમીન હોય તો પણ ઢોરઢાંખર માટે ચારો તો થઈ જ શકે જ આ ઢોરઢાંખરના જ દુધ થકી દહીં છાશ માખણ ઘી માનવજાતને પુરૂ પાડે છે.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બનેલા,બની રહેલા કોમર્શિયલ સેન્ટરો, ઈમારતોમાં વૃક્ષ કે વૃક્ષો વાવવા માટે કેટલી જગ્યા છોડવામાં આવે છે, ત્યાં વૃક્ષો વાવીને બિલ્ડર દ્વારા ઈમારતની જેમ ઉછેર કરવામાં આવે છે ખરો?....
જામનગર મહાનગરપાલિકા દ્વારા પયર્વિરણ કે વૃક્ષોના વાવેતર અંગે કડક રીતે અમલવારી ક્યારે કરવામાં આવશે અત્યારે તમામ શહેરીજનો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે શહેરના જુજ કોમર્શિયલ સેન્ટરોમાં વૃક્ષ છે જ્યાં ગ્રાહકો કે શોપધારકો પોતાનું વાહન તપી ના જાય તે માટે પાર્ક કરી શકે.
જામનગરમાં રાજાશાહી વખતમાં દરબારગઢ, લીમડાલાઇન, હવાઇચોક, સાતરસ્તા વિગેરે સ્થળોએ અસંખ્ય વૃક્ષો હતા, જે હાલમાં નહીવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, લીમડાલાઇન વિસ્તારમાં લીમડાઓની કતારના લીધે જે તે સમયે લીમડાલાઇન વિસ્તારનું નામ પડ્યું હતું, દિવસેને દિવસે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે તંત્ર અને જામનગર મહાનગરપાલિકા વૃક્ષારોપણની ઝુંબેશને વેગ આપે અને સામાજિક સંસ્થાઓ પણ વૃક્ષોનું વાવેતર કરીને પુખ્ત થાય ત્યાં સુધી માવજત કરે તે જરી છે.
જામનગરની સામાજિક સેવાકીય સંસ્થાઓ વૃક્ષો રોપણ અવારનવાર કરે છે, પરંતું મહતમ સંસ્થાઓ અખબારોમાં તેમ જ સોશ્યલ મીડિયા ફોટો અપલોડ કરવા માટે જ વૃક્ષનું સાચું વાવેતર ત્યારે જ ગણાય જ્યાં સુધી વૃક્ષ પુખ્ત ના થાય ત્યાં સુધી માવજત કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech