બજેટ સાથે જ મોંઘવારીનો ડામ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૪ રૂપિયા વધારો

  • February 01, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે દેશનું બજેટ રજૂ થયુ છે અને સાથે જ મોંઘવારીના ડામ લાગવાના પણ શ થઈ રહ્યા છે આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં પિયા ૧૮ સુધીનો વધારો થયો છે.જો કે ઘરેલુ એલપીજી એટલે કે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ફેબ્રુઆરીના પ્રથમ દિવસે અને બજેટના આગમનના થોડા કલાકો પહેલા જ મોંઘવારીના ડામ દેવાનું શ થઈ ગયુ છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ૧લી ફેબ્રુઆરીથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યેા છે. આ વધારો ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી એટલે કે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજથી રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૪ પિયા પ્રતિ સિલિન્ડર વધીને ૧૭૬૯.૫૦ પિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૮ પિયા વધીને ૧૮૮૭ પિયા થઈ ગઈ છે. મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૫ પિયા વધીને ૧૭૨૩.૫૦ પિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ચેન્નાઈમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૧૨.૫૦ પિયા વધીને ૧૯૩૭ પિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

ગત ૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૯ કિલોના સિલિન્ડરની કિંમતમાં થોડી રાહત આપવામાં આવી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યેા હતો. જે બાદ દિલ્હીથી મુંબઈ સુધીનો પહેલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧.૫૦ પિયાથી ૪.૫૦ પિયા સસ્તો થયો છે. ગયા મહિને કરવામાં આવેલા ઘટાડા બાદ ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૭૫૫.૫૦ પિયા અને મુંબઈમાં ૧૭૦૮ પિયા થઈ ગઈ છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર રહી છે. ૧૪.૨  એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૯૦૩ પિયા, કોલકાતામાં ૯૨૯ પિયા, મુંબઈમાં ૯૦૨.૫૦ પિયા અને ચેન્નાઈમાં ૯૧૮.૫૦ પિયામાં ઉપલબ્ધ છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો (ડોમેસ્ટિક એલપીજી પ્રાઇસ) લાંબા સમયથી સ્થિર છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા બાદ હોટેલનું ભોજન મોંઘું થઈ શકે છે.જો કે, આનાથી ઘરના રસોડાના બજેટ પર કોઈ અસર નહીં થાય. હોટેલ–રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ નફો તેમજ વેચાણ જાળવી રાખવા માટે ફરીથી ભાવમાં ફેરફાર કરવો પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application