પુષ્પા 2 ના ડાયરેક્ટરે વખાણ કરતાં અલ્લુ અર્જુન રડી પડ્યો, વિડીયો વાયરલ

  • December 03, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 બધી બાજુ ચર્ચામાં છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં હૈદરાબાદમાં ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ હતી. જ્યાં અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો હતો. તેનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ડાયરેક્ટર સુકુમારે અલ્લુ અર્જુનના વખાણ કર્યા તો તે પોતાના આંસુ પર કાબુ ન રાખી શક્યો.


અલ્લુ અર્જુન વિશે વાત કરતાં સુકુમારે કહ્યું- 'એક વાત ચોક્કસ છે કે મારી સફર આર્યા સાથે શરૂ થઈ હતી. મેં બનીને વર્ષોથી સખત મહેનત કરતા અને મોટો થતો જોયા છે, તેને નજીકથી જોયો છે. જો પુષ્પા આજે જે છે તે અલ્લુ અર્જુન પ્રત્યેના મારા પ્રેમને કારણે છે. તે નાનામાં નાના એક્સપ્રેશન માટે પણ લડે છે, અને તે મારી એનર્જી છે. અલ્લુ અર્જુન, મેં આ ફિલ્મ તમારા માટે બનાવી છે.






અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો


સુકુમારે આગળ કહ્યું- 'જ્યારે મેં પહેલીવાર તમારો સંપર્ક કર્યો ત્યારે મારી પાસે પૂરી વાર્તા નહોતી, માત્ર બે લાઇન હતી. તમારા ડેડીકેશનથી મને વિશ્વાસ થયો કે આપણે કંઈપણ પ્રાપ્ત કરી શકીએ છીએ. અલ્લુ અર્જુન, આ તમારા માટે છે. ચાહકોને સંબોધતા તેમણે કહ્યું  હું પુષ્પા 3 વિશે કહેવા માંગુ છું કે પુષ્પા 2 માટે મેં તમારા હીરોને પરેશાન કર્યા છે અને જો તે મને વધુ ત્રણ વર્ષ આપી શકે, તો હું ફિલ્મ બનાવીશ. સુકુમારની વાત સાંભળીને અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


પુષ્પા 2 5મી ડિસેમ્બરે રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સાથે ફહદ ફાસિલ પણ જોવા મળશે. એડવાન્સ બુકિંગથી ફિલ્મે જોરદાર કમાણી કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application