છેલ્લા ૨૭ વર્ષથી બિનહરીફ થતી નાગરિક બેંકમાં ડાયરેકટરોની ચૂંટણીમાં આ વખતે મામા સામે ભાણેજનો જગં જામ્યો છે અને ભયંકર આક્ષેપ–પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. કલ્પક મણીયારે થોડા દિવસ અગાઉ નાગરિક બેંકમાં કૌભાંડો ચાલે છે એવું કહીને ચર્ચા જગાવી ત્યારે જ લાગતું હતું કે તેઓ આ વખતે નાગરિક બેંકની ચૂંટણીમાં પોતાના માણસો ઉતરશે. બન્યું પણ એવું જ છે. મામા યોતીન્દ્ર મણીયાર સમર્થિત સહકાર પેનલની સામે કલ્પક મનીયારે સંસ્કાર પેનલ ઉતારી છે. અને નાગરિક બેંકમાં મોટી આર્થિક ગરબડ ચાલી રહી હોવાના તથા વિવિધ શાખાઓમાં કૌભાંડો થઇ રહ્યા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.
સહકાર પેનલના ૨૧ ઉમેદવારો સઘં દ્રારા નક્કી કરી લેવામાં આવ્યા છે જેમાં અમદાવાદ અર્બન ડેવલોપમેંત ઓથોરીટીના પૂર્વ ચેરમેન અમે વડાપ્રધાન મોદીના વિશ્વાસુ સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકાનું નામ પણ છે. સંસ્કાર પેનલે હજી ઉમેદવારોના નામ જાહેર કાર્ય નથી. શુક્રવારે ફોર્મ ભરવાની અંતિમ મુદત છે તે પહેલા સંસ્કાર પેનલ નામ જાહેર કરીઓ દેશે એવી જાહેરાત કરવામાં આવી છે.
નાગરિક બેંકમાં આ વખતે બેંકમાં ૮ વર્ષ કોઈ હોદા પર રહેલા વ્યકિત ચૂંટણી લડી ન શકે એવા નિયમનું પાલન કરાવવામાં આવ્યું છે એટલે યોતીન્દ્ર મહેતા સહિતના આગેવાનો ઉમેદવારી કરી શકે તેમ નથી. બેંકના ૨૧ ડાયરેકટરોની આગામી તારીખ ૧૭ ના રોજ ચૂંટણી યોજવાની છે કલ્પક મણીયારના આક્ષેપોના જવાબમાં મણીયાર વિરોધી પત્રિકાઓ પણ ફરતી થઈ ગઈ છે. આ પત્રિકામાં થઈ રહેલા આક્ષેપોથી સહકારી ક્ષેત્ર સ્તબ્ધ બની ગયો છે.
મુંબઈની ક્રિષ્ના હોસ્પિટલમાં કલ્પક મણીયારે . ૯૫ લાખનો વહીવટ કર્યેા હોવાનો ચોકાવનારો આક્ષેપ આ પત્રિકામાં કરાયો છે અને વધુમાં જણાવ્યું છે કે આરબીઆઈના રિપોર્ટમાં આ ફ્રોડનો ઉલ્લેખ નથી પરંતુ મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફન્સ વિંગ દ્રારા જે સમન્સ પાઠવવામાં આવ્યું છે તેની વિગત જાહેર કરવા માટે પણ ચેલેન્જ આપવામાં આવી છે.
પત્રિકામાં પાર્થ પ્લેસમેન્ટના નામે ભરતીમાં મોટા પ્રમાણમાં આર્થિક ગોટાળા થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેંકના ખર્ચે અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના પ્રોગ્રામો કરીને લાખો પિયા ખર્ચ કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
કુબેર હોટલમાં પણ આર્થિક કૌભાંડમાં બેંકને ખાડામાં ઉતારી દેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પત્રિકામાં રાજમોતી ઓઇલ મીલ લોન કૌભાંડ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેડીપરા બ્રાન્ચના ૨૪ લેટનું કૌભાંડ પણ ઉજાગર કરવામાં આવ્યું છે. બેંકના એનપીએ ખાતેદાર દીપક મહેતા સાથે નાગરિક ઉત્સવના નામે કરેલું મોટું આર્થિક કૌભાંડ શું છે તેની પણ વિગતો માગવામાં આવી છે.
પત્રિકામાં જણાવાયું છે કે બેંકના નવા હેડ કવાર્ટરના બાંધકામમાં કલ્પક મણિયારના પોઠીયા કામેશ્વર સાંગાણી દ્રારા થયેલા મોટા આર્થિક કૌભાંડમાં પણ કલ્પક મણિયારનો સહયોગ હોવાના આક્ષેપો આ પત્રિકામાં થઈ રહ્યા છે. ભેટ વિતરણમાં પણ આર્થિક ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech