ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહનું નિધન થતા રાજકોટ મહાપાલિકાના તમામ કાર્યક્રમો અને મિટિંગ રદ કરવામાં આવ્યા છે, મહાપાલિકાના પદાધિકારીઓએ તેમને શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી તેમના નિધનથી દેશને કયારેય પુરી ન શકાય તેવી ખોટ પડયાનું જણાવ્યું છે.
ભારત દેશના પૂર્વ વડાપ્રધાન, પ્રખર અર્થશાક્રી અને વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ નિતીના પ્રણેતા ડો.મનમોહનસિંહના દુ:ખદ અવસાન સબબ શ્રધ્ધા સુમન પાઠવતા રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા જણાવ્યુ હતું કે, ડો.મનમોહનસિંહ વર્ષ ૨૦૦૪માં દેશના ૧૩માં વડાપ્રધાન બન્યા અને મે ૨૦૧૪ સુધી આ હોદ્દા પર બે ટર્મ સુધી રહ્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા હતા. ડો.મનમોહનસિંહ વર્ષ ૧૯૭૧માં વાણિય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે, વર્ષ ૧૯૮૫ થી ૧૯૮૭ યોજના આયોગના પ્રમુખ તરીકે, વર્ષ ૧૯૮૨ થી ૧૯૮૫ સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે, વર્ષ ૧૯૯૧માં દેશના નાણામંત્રી તરીકે સેવા આપી હતી. તેઓના નાણામંત્રી તરીકેના કાર્યકાળમાં આર્થિક સુધારા કરી દેશને આર્થિક મંદીમાંથી બહાર લાવવા મહત્વનું યોગદાન આપ્યુ હતું. વર્ષ–૧૯૯૧માં વૈશ્વિકીકરણ–ઉદારીકરણ, વર્ષ ૨૦૦૫માં માહિતી અધિકારનો કાયદો, વર્ષ ૨૦૦૫માં રોજગાર ગેરેંટી યોજના, વર્ષ ૨૦૦૯માં ઓળખ માટે આધારકાર્ડ અને વર્ષ ૨૦૦૬માં અમેરિકા સાથે ન્યુકિલયર ડીલ જેવા ઐતિહાસિક નિર્ણયો જેમના કાર્યકાળમાં થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ માટે બદલાયા નિયમો, વધુ સુવિધા, ઓછા પ્રતિબંધો, આ મોટા નિર્ણયનો તમારા માટે શું છે મતલબ?
December 27, 2024 11:08 PMદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech