પાર્ટી સંકલન ન મળી; સ્ટેન્ડિંગમાં બધું પેન્ડિંગ

  • April 05, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં ૨૦ દિવસના લાંબા સમય બાદ આજે કોર્પેારેટરો જોવા મળ્યા હતા પરંતુ ફકત હળ્યા મળ્યા અને છુટા પડા જેવો તાલ સર્જાયો હતો આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી પરંતુ લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી હોય દરખાસ્તો અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

સામાન્ય રીતે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વે ભારતીય જનતા પાર્ટીની સંકલન મીટીંગ મળતી હોય છે અને તેમાં સંગઠનના હોદ્દેદારો નિર્ણયો લેવા અંગેનું માર્ગદર્શન આપતા હોય છે અને તે મુજબ નિર્ણયો થતા હોય છે પરંતુ હાલમાં આચારસંહિતાના કારણે કોઇ નિર્ણય લેવાના થતા ન હોય શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સહિતના સંગઠનના કોઈ હોદ્દેદારો આજે મહાનગરપાલિકા કચેરી ખાતે આવ્યા ન હતા તેમજ તમામ નગરસેવકોને બોલાવીને યોજાતી પાર્ટી સંકલન મીટીંગ પણ મળી ન હતી. ફકત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીમાં ઔપચારિકતા પૂરતી મીટીંગ મળી હતી જેમાં કમિટીના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેની કમિટીના સભ્યોમાં પણ બે સભ્યો ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળે છે


સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ ૨૦ દરખાસ્તો પેન્ડિંગ

(૧) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૨૮૯ અન્વયે ફાયર બ્રિગેડની અઠવાડિક રિપોર્ટ જાણમાં લેવા (૨) ધી જીપીએમસી એકટ– ૧૯૪૯ની કલમ–૨૯(ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો જાણમાં લેવા (૩) શહેરના વોર્ડ નં.૮(પાર્ટ), ૧૧(પાર્ટ) અને ૧૩(પાર્ટ)માં ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્કફલો મીટરના ઓપરેશન અને મેઇન્ટેનન્સ તથા રીડીંગ, બીલીંગના કામ અંગે નિર્ણય લેવા (૪) વોર્ડ નં.૧૫માં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઇવેને લાગુ ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણને પિયત આપવા પાણીની લાઈનનું નેટવર્ક કરી આપવાના કામ અંગે નિર્ણય લેવા (૫) વોર્ડ નં.૧૮માં સોલવન્ટ વિસ્તારની જુદી જુદી સાંકડી શેરીઓમાં પેવિંગ બ્લોક નાખવા નિર્ણય લેવા (૬) રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના બિન ઉપયોગીનોન યુઝ વાહનોના ઇ ઓકશનથી થયેલ ઉપજની જાણમાં લેવા (૭) મ્યુનિ. એર કન્ડીશનર્સ, એર કન્ડીશનર્સ પ્લાન્ટસ, વોટરકુલર્સ વિ. ની સર્વિસ, રીપેરીંગ અને ખરીદ કરવા સબબ દ્રિવાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ કરવા (૮) મોટા મવામાં આવેલ ઇલેકટ્રીક સ્મશાનને ગેસ સ્મશાનમાં પાંતરિત કરવા નિર્ણય લેવા (૯) વોર્ડ નં.૧૮મા ટી.પી.૧૨માં આવેલ પાલવ સ્કુલ પાસે ૨૦ મી. રોડ તથા ૨૪ મી. રોડ ડેવલપ કરવા નિર્ણય લેવા (૧૦) મ્યુનિ.પ્લેનેટેરિયમ સંકુલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, રાજકોટને વિશેષ ત્રણ વર્ષ માટે સુપ્રત કરવા (૧૧) મોબાઇલ ટોઇલેટ યુનિટસનું રિપેરીંગ માટે કોન્ટ્રાકટ આપવા (૧૨) કોઠારીયા રોડ સ્વીમીંગ પુલનુ બે વર્ષ માટે પ્રિવેન્ટીવ ઓપરેશન–મેઇન્ટેનન્સ કરવા નિર્ણય લેવા(૧૩) ઈસ્ટ ઝોનમાં ઝોનલ વાલ્વ ઓપરેટીંગ કોન્ટ્રાકટ આપવા નિર્ણય લેવા (૧૪) વોર્ડ નં.૧૮માં ટી.પી.૧૨માં આવેલ ૨૦ મીટર રોડ સાંઈબાબા સર્કલથી ગુલાબનગર તથા સાંઇબાબા સર્કલથી શાનદાર–૫, ૨૪ મી. રોડ ડામર કાર્પેટ કરવા (૧૫) વોર્ડ નં.૧૮માં આવેલ વિરાણી અઘાટ, ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઇન નાખવા તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાના કામ અંગે મ્યુનિસિપલ નિર્ણય લેવા (૧૬) વોર્ડ નં.૧૧માં અમૃત મિશન–૨.૦ અંતર્ગત મોટા મવા(પોકેટ–૧૦) લાગુ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવા નિર્ણય લેવા (૧૭) બે મોબાઇલ ડિસ્પેન્સરીઓના સામાજિક સંસ્થાને સોંપેલ સંચાલનની મુદત વધારવા (૧૮) નવરગં ચેરિટેબલ ટ્રસ્ટને ક્રિકેટ એકેડેમી માટે જગ્યા ફાળવવા (૧૯) વોટર વર્કસ શાખાના પેટ્રોલર કર્મચારી ધનજીભાઇ દેવશીભાઈ બાહત્પકીયાએ દય રોગની બીમારી સબબ કરાવેલ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવાનો નિર્ણય કરવા (૨૦) વેરા વસુલાત શાખાના સિનીયર કલાર્ક કર્મચારી શ્ સ્વાતિ કિર્તીકુમાર મેહને પથરીના ઓપરેશનની કરાવેલ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા નિર્ણય લેવા સહિતની કુલ ૨૦ દરખાસ્તો પેન્ડિંગ રખાઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application