દુબઈ રહેતા જુમાણી પરિવાર દ્વારા જોડિયામાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

  • February 04, 2025 04:14 PM 


મૂળ જોડિયાના અને હાલ દુબઈ સ્થાયી થયેલ મહમદ યુસુફ દાઉદ જુમાણી પરિવાર તરફથી જોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આયોજિત ફ્રી સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં હુન્નરશાળા જોડિયા ખાતે ૭૦૦ થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો. 

આ કેમ્પમાં જામનગરના ખ્યાતનામ તબીબો નિદાન અને સારવાર આપી હતી. દાતા પરિવારના મહમદયુસુફ દાઉદભાઈ જુમાણી, અશરફભાઈ દાઉદભાઈ જુમાણી, ઈમ્તિયાઝભાઈ દાઉદભાઈ જુમાણી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં તબીબોમાં દુબઈથી આવેલા દાતા પરિવારના જ તબીબ ડો. આદિલ ઈમ્તિયાઝ જુમાણી અને ડો. સાનિયા મહમદ યુસુફ જુમાણી , આંખના રોગોના નિષ્ણાત ડો. અમિત મહેતા , હ્રદય, ફેફસાં, ડાયાબિટિસ, બ્લડપ્રેશરના નિષ્ણાત ડો. અલ્કેશ પાટલિયા  અને ડો. વસીમ અલ્વારે , કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત ડો. ભાવેશ મહેતા, હાડકા, મણકા સાંધાના રોગોના નિષ્ણાત ડો. હાર્દિક સંઘાણી , સ્ત્રી રોગના નિષ્ણાત ડો. ડિમ્પલ ઉદાણી , દાંતના સર્જન ડો. જનક એચ. માંગુકિયા , વાંકા ચૂંકા દાંતના નિષ્ણાત ડો. એસ. એસ. દલે સેવા આપી હતી.
​​​​​​​

જોડિયાની સેવાભાવી સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં સવારે ૯ થી બપોરે ૩ સુધી આયોજીત આ કેમ્પમાં આવશ્યક દવાઓ પણ દાતા પરિવાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આંખના મોતિયાના  આશરે ૫૦ ઓપરેશન જામનગરમાં ડો. અમિતભાઈ મહેતાની હોસ્પિટલમાં દાતા પરિવાર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે.સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીભરતભાઈ સુખપરિયા,  ટ્રસ્ટીઓ અશોકભાઈ વર્મા, પાર્થભાઈ સુખપરિયા જોડિયાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application