સતવારા સમાજ દ્વારા સર્વરોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • July 18, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતવારા ડોક્ટર એસો. ની પ્રસંશનીય સેવા: આશરે 700 થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો



જામનગરમાં સતવારા સમાજ-જામનગર તથા સતવારા ડોકટર એસોશીએશન-જામનગરના સંયુક્ત સહયોગ દ્વારા નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ તકે ’માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ના મંત્રને ચરિતાર્થ કરવા સતવારા સમાજ-જામનગર તથા સતવારા ડોક્ટર એસોશીએશન-જામનગરના સહયોગ દ્વારા નિ:શુલ્ક મેગા સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગત તા. 14-07-2024 ને રવિવાર ના રોજ સર્વ જ્ઞાતિ માટે કરવામાં આવેલ હતું. જેમાં જામનગરના પ્રતિષ્ઠીત તજજ્ઞ અને સેવાભાવી ડોકટરની ટીમે સેવા આપેલ હતી. આ મેગા કેમ્પનો લાભ જામનગર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી અંદાજે 700 જેટલા લાભાર્થી દર્દીઓએ લીધેલ હતો.


આ સેવાયજ્ઞમાં 24 ડોક્ટરોની ટીમ જેમાં, ફેમીલી ફીઝીશીયન, જનરલ સર્જન, ફીઝીશ્યન, સ્ત્રીરોગ, બાળરોગ, ઓર્થોપેડીક, ચામડી, દાંત, આંખ, કાન-નાક-ગળા, ફીઝીયોથેરાપી નિષ્ણાંતોએ દ્વારા બ્લડ પ્રેશર, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, થાયરોઇડ, મગજને લગતી બિમારી, સારણ ગાંઠ, વધરાવળ, પેટ અને આંતરડા, પથરી, પીતાશય, હરસ-મસા, ભગંદર, કીડનીની ગાંઠ, પ્રોસ્ટેટ, જુના-નવા ફેકચર, કમર, સાંધાના દુ:ખાવા, સાયટીકા, મણકાના રોગ, આંખના નંબર ચેક કરવા, મોતિયાની તપાસ, જામર, વેલ, ધાધર, ખસ, અછબડા, હર્પીસ, ખીલ, માસીકની વિવિધ તકલીફ, સફેદ પાણીની તકલીફ, ગભર્શિયની કોથળીની તકલીફ તથા બીજા તમામ પ્રકારના રોગોનું નિદાન વિનામુલ્યે કરી આપવામાં આવ્યું હતું.


આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ જમનભાઈ રાઠોડ તેમજ કારોબારી સભ્યો, સમાજના આગેવાનો તથા સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ ક્ધવીનર શ્યામભાઈ કણઝારીયા તેમજ તેની ટીમે સુંદર આયોજન કરીને સર્વરોગ નિદાન કેમ્પ તથા જી.જી. હોસ્પીટલની બ્લડ બેંકની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવેલ હતો.


આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પૂર્વ પ્રમુખો કરશનભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ કણઝારીયા, સમાજ આગેવાન માવજીભાઈ નકુમ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, આરોગ્ય સમિતિ ચેરમેન મનિષભાઈ કણઝારીયા, ડો. આર. ડી. રાઠોડ તેમજ ગામે-ગામના આગેવાનોએ હાજર રહી સહભાગી બન્યા હતા અને સમાજના મંત્રી મનસુખભાઈ ખાણધરે સમાજ વતી તમામ ડોકટરો તથા આયોજકો, લાભ લીધેલ દર્દીઓ, હાજર રહેલ સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application