રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર અને 20 વર્ષ પહેલા 20 કરોડની ખંડણી વસૂલવાના મામલે પરેશ-ભાસ્કર અપહરણના ગુનાનો કેસમાં આજે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસના તમામ 31 આરોપીઓનો છૂટકારો થયો છે. 24 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે. 47 આરોપીઓને કોર્ટે રાહત આપી શંકાનો લાભ આપ્યો છે.
આરોપીઓ
શું હતો પરેશ-ભાસ્કર અપહરણ કેસ
દુબઈ સ્થિત માફિયા ગેંગ સાથે પુર્વયોજીત કાવતરુ રચી ભારત મુફતી ગેંગના માણસો દ્વારા પુર્વયોજીત કાવતરુ રચી શહેરના યાજ્ઞિક રોડ નજીક આવેલા યુરોપિયન જીમખાના પાસેથી તા.12/11/2000ના રોજ રાત્રે 2:45 વાગ્યે પરેશ-ભાસ્કરનું રિવોલ્વર, પીસ્તોલ જેવા હથિયારો બતાવી કારમાં અપહરણ કરી જુનાગઢ સ્થિત પોલ્ટ્રી ફાર્મ અને ત્યાંથી વિસાવદર સતારભાઈના ડેલામાં લઈ ગયા હતા.
આ ડેલામાંથી અમરેલી તેજશ ડેરના મકાનમાં, ત્યાંથી ચાવંડ ગામમાં ભુપત કનારાના મકાનમાં, ત્યાંથી રાજપીપળા લેનીન ઉર્ફે પેરૂ વસાવાના મકાનમાં, ત્યાંથી થવા ફડિયા મુકામે ધર્મેન્દ્ર વસાવાના મકાનમાં, ત્યાંથી દિલ્હી મુકામે બંધક રાખી વાલીયા તાલુકાના થવા ફડિયાના ધર્મેન્દ્રસિંહ વસાવાના મકાનમાંથી પરેશ શાહને ઓપરેશન કરી મુક્ત કરાવેલ. ત્યારે આરોપી રાજસી હાથિયા મેરે પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કરતા તેનું મૃત્યુ નીપજેલું અને જ્યારે સરધાર નજીક આસિફ રજાકાનું રૂપે રાજનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
ભાસ્કરને ગોંધી રાખી ભાસ્કરના પિતા પ્રભુદાસભાઈનો ફોન દ્વારા સંર્પક કરી 20 કરોડની ખંડણી માગી હતી. જેમાથી 3 કરોડ રકમ નક્કી કરવામા આવી હતી. જેમાંથી દોઢ કરોડ મેળવી ભાસ્કરના શરીર પરના 1 લાખના દાગીનાની લૂંટ કરી દિલ્હીથી મુક્ત કર્યો હતો અને પરેશ અટકાયતમાં હતો. દરમિયાન તેના ભાઈ ચંદ્દેશ લીલાધર શાહનો ફોન દ્વારા સંપર્ક કરી રૂપિયા એક કરોડની ખંડણી મેળવી હતી, તે નાણાનો ત્રાસવાદી સંગઠન ‘જૈશ-એ મહમદ’ ત્રાસવાદી સંગઠનના કમાન્ડર શેખ એહમદ ઓમારને તેની ત્રાસવાદી પ્રવૃતિ ભારતમા વ્યવસ્થિત ચલાવવા પૈસાની જરૂરીયાત પડે તે માટે આફતાબ અંસારી પાસેથી એક લાખ ડોલર માગતા ખંડણીના પૈસામાંથી આપવામા આવેલ હતા.
અપહૃત પરેશ શાહે કોર્ટમાં શું કહ્યું હતું?
પરેશને સરકારી વકીલે પૂછ્યું હતું કે, અહીં બેઠા એ આરોપીઓમાંથી કોઈને ઓળખો છો, ત્યારે તેમણે કહ્યું- મારા અને ભાસ્કર સાથે અપહરણની ઘટના 2000ની સાલમાં બની હતી. એ દિવસે શનિવારે રાત્રે પાર્ટી કરવા ગયેલા અને ત્યાંથી પરત ફરતા હતા. કાલાવડ રોડ પર ફાર્મહાઉસમાં ગયેલા હતા. અમે રાત્રે 3 વાગ્યે પરત કારમાં આવતા હતા. પ્રથમ લિંબુડી વાળી પહોંચેલા. ત્યાં અમારી સાથેના જયેશ કાનપુરાની બાઈક પડેલી હતી. બાદમાં એક કાર અમારો પીછો કરતી હતી, તેઓ અમારી કાર પાછળ આવેલા હતા. અમે ગેસ્ફોર્ડ ટોકીઝ પાસે પહોંચતાં ત્યાં રાજપૂત પરા છે. ત્યાં એક કારે આડી નાખી અને અમારી કારની પાછળ પણ બીજી કાર હતી. અમારી કારને રોકવામાં આવી. આગળની કારમાંથી 6 વ્યક્તિ ઊતરેલી, જેમના હાથમાં પિસ્તોલ હતી. રાત્રે 3 વાગ્યાની ઘટના હતી. અપહરણ કરી શાપર લઈ ગયા. કોઈએ મને શૂટ કરવાનું કહ્યું. જોકે બાદમાં મને જ્યૂસ જેવું પિવડાવતા 3 દિવસ બેભાન રહ્યો. બાદમાં દર એક-બે દિવસે જગ્યા ચેન્જ કરતા હતા. બાદમાં મને અને ભાસ્કરને અલગ કરી દીધા હતા. બાદમાં રાજશી મેરનું એન્કાઉન્ટર કરી 40 પોલીસવાળાએ મને છોડાવ્યો. અપહરણકારો હિન્દી ભાષામાં વાત કરતા હતા અને 22થી 25 વર્ષના યુવાન હતા. બચાવપક્ષના વકીલે પૂછતાં કહ્યુ, અપહરણ થયું ત્યાં સુધી આરોપીઓનાં નામ નહોતા જાણ્યાં. પોલીસ પૂછપરછમાં પણ આરોપીનાં નામ ખબર નહોતાં.
ભાસ્કર પારેખે કોર્ટમાં શું જુબાની આપી હતી?
ભાસ્કર પારેખે કોઈ આરોપીને મોઢા કે નામથી ઓળખતા હોવાનો ઇનકાર કર્યો હતો. ત્રિકોણબાગ પાસેના યુરોપિયન જિમખાના સામેની ગલીમાંથી અપહરણ થયું હતું. કારમાં બેસાડી અપહરણ કર્યું અને પાણીમાં કોઈ કેફી પદાર્થ નાખી ડ્રિંક પિવડાવતા બેભાન થઈ ગયો. અમે જાગીએ એટ્લે તરત પાણીમાં કોઈ પાઉડર નાખી સૂવડાવી દેતા. એ બાદ જાગ્યો ત્યારે ખબર પડી હું દિલ્હી છું. મારું શા માટે અપહરણ થયું એની મને જાણકારી નહોતી. બાદમાં આરોપીઓએ ટિકિટ આપી દિલ્હીથી મુંબઈ અને મુંબઈથી જામનગર મોકલ્યો. 15 દિવસ પછી આવ્યા બાદમાં રાજકોટ પ્રેસ-કોન્ફરન્સ હતી. હિન્દી ભાષા બોલતા 4 માણસ દિલ્હી લઇ ગયા હતા. તેઓ એકબીજાનાં નામો રાજેશ, ધર્મેન્દ્ર બોલતા હતા. તેમાંથી એક મારી સામે રાત્રિના સૂતો હતો. આ 28થી 35 વર્ષના હતા અને રંગીન કપડાં પહેરતા હતા.
અપહરણ બાદ દુબઈ, લંડનથી ખંડણીના ફોન કરાયા
અપહરણ બાદ ભાસ્કરના પિતા પ્રભુદાસભાઈ પારેખને દુબઈ, લંડનથી 20 કરોડની ખંડણીના ફોન આવ્યા હતા. ભાસ્કરનો છુટકારો થયો અને ખંડણી વસૂલી ત્યાં સુધી ભોગીલાલ ખંડણીની રકમના ફોન કરતો હતો. 3 કરોડની ખંડણી ચૂકવી એ કોના ઈશારે? રકમ કોણ લઇ ગયું? કઈ રીતે નાણાં ચૂકવાયાં? સહિતનાં રહસ્યો પરથી પરદો ઊંચકવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી હતી.
વિદેશથી આવતા ભોગીલાલને દિલ્હીથી દબોચ્યો
રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં 2000ની સાલમાં ભાસ્કર-પરેશ અપહરણ કેસ નોંધાયો હતો. આ કેસમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો હતો અને આફતાબ અંસારી તેમજ કોલકાતાના આસિફ રઝખાનના ઈશારે આ બંનેના અપહરણ થયાનું બહાર આવ્યું હતું, જેમાં પ્રભુદાસભાઈ પાસેથી કરોડોની ખંડણી વસૂલ થયાની વિગતો બહાર આવી હતી. એ સમયના પોલીસ કમિશનર સુધીરકુમાર સિન્હાએ આસિફ રઝાખાન તેની ટોળકીને ઝડપી લીધી હતી અને આસિફ રઝાખાન રાજકોટ પોલીસ સાથેની મૂઠભેડમાં મરી ગયો હતો.
ઝડપાયેલી ટોળકીની પૂછપરછમાં મહેસાણાનો ભોગીલાલ દરજી તથા જામનગરના શખસોની સંડોવણી ખૂલી હતી. બાદમાં આ અપહરણકાંડના મુખ્ય સૂત્રધાર ફઝલુ ઉર્ફે ફઝલ ઉલ રહેમાનની ધરપકડ થતાં રાજકોટ પોલીસે તેનો કબજો મેળવ્યો હતો. ઝડપાયેલા ફઝલુએ ભોગીલાલ દુબઈથી દિલ્હી આવતો હોવાની માહિતી આપી હતી, પરંતુ તે કોઈ કારણોસર દિલ્હી નહીં આવતા ઝડપાયો ન હતો. દરમિયાન રાજકોટ પોલીસને પાસપોર્ટ અને એર ટિકિટની વિગતોના આધારે વોન્ટેડ ભોગીલાલ ભારત આવી રહ્યો હોવાની માહિતી મળતાં તાત્કાલિક દિલ્હી પોલીસને જાણ કરતાં દિલ્હી પોલીસે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને કાઉન્ટર પર પાસપોર્ટ કાઢતાંની સાથે જ તેને દિલ્હી પોલીસે દબોચી લીધો હતો. એટલામાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ અમદાવાદથી દિલ્હી એરપોર્ટ પર પહોચી જતાં તાકીદે દિલ્હી પોલીસ પાસેથી તેનો કબજો લઇ તેને રાજકોટ લઇ આવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતો.. ફિલ્મ ‘કરણ અર્જુન’ માં શાહરૂખ સાથે અજય દેવગન હોત
January 22, 2025 12:22 PMછાવામાં મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકાનો દમદાર લુક જાહેર
January 22, 2025 12:21 PMશું વજન ઓછું કરવા માંગો છો? તો સવારના નાસ્તામાંથી આજે જ હટાવી દો આ 5 વસ્તુ
January 22, 2025 12:19 PMઆ દેશની જેલમાં કેદીઓ ચાંદીનું કામ કરીને દર મહિને કમાય છે 3 લાખ રૂપિયા!
January 22, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech