સંજય લીલા ભણસાલી ઈચ્છ્તા ન હતા કે આલિયા મફતમાં કામ કરે
'હીરામંડી' સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આલિયા ભટ્ટ આ સિરીઝનો ભાગ બનવા માંગતી હતી, પરંતુ ભણસાલીએ તેને આ સિરીઝમાં ના લીધી ત્યારે તેની પાછળનું કારણ શું હતું તેનો ખુલાસો થયો છે.
ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ડેબ્યૂ વેબ સિરીઝ 'હીરામંડી' આ દિવસોમાં નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે. આ વેબ સિરીઝમાં ગણિકાઓની સ્ટોરી બતાવવામાં આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સીરિઝ રિલીઝ થયા પછી ઘણા સીન વાયરલ થઈ રહ્યા છે, જેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે આ સિરીઝમાં આલિયા પણ કામ કરવા માંગતી હતી એ પણ એકદમ ફ્રીમાં તેમ છત્તા ભણસાલીએ એક પણ રોલ માટે આલિયાને પસંદ કેમ ન કરી ?
શેખર સુમન, મનીષા કોઈરાલા સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. પરંતુ આ બધાની સાથે આલિયા ભટ્ટ પણ હોત તો ચાર ચાંદ લાગી જાત આવું ફેન્સ કહી રહ્યા છે. ત્યારે એક રિપોર્ટ અનુસાર, 'આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં કામ કરવા માંગતી હતી.
અભિનેત્રી આ સિરીઝમાં કામ કરવા કોઈપણ ભૂમિકા સ્વીકારવા તૈયાર હતી અને તે આ ભૂમિકા માટે કોઈ પૈસા પણ લેવા માંગતી ન હતી. પરંતુ સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટને કાસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો તેની પાછળનું કારણ હતુ કે તેઓ ઇચ્છતા ન હતા કે આલિયા મફતમાં કામ કરે. આ સાથે જો તે સિરીઝનો ભાગ બને છે, તો તેને માર્કેટ રેટ મુજબ ફી ચૂકવવી પડશે આવશે. આથી ભણસાલીએ આલિયાને આ સિરીઝનો હિસ્સો ન બનાવી.
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'ના વખાણ કર્યા હતા. આમાં શેખર સુમન અને મનીષા કોઈરાલા ઉપરાંત સંજીદા શેખ, ફરદીન ખાન, રિચા ચઢ્ઢા, અધ્યાયન સુમન અને તાહા શાહ બદુશા જેવા સ્ટાર્સ વેબ સિરીઝ 'હીરામંડી'માં જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech