આલિયાએ હવે નવાઝુદ્દીનના મેનેજર પર લગાવ્યો આ ગંભીર આરોપ

  • March 10, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દીકરીને લઇ નવાઝને બેજવાબદાર પિતા હોવાનો આક્ષેપ પણ કર્યો
  • નવાઝુદ્દીન સિદ્દીકી પૂર્વ પત્ની આલિયાથી પીછો છોડાવી શકશે નહીં


બોલીવૂડના એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના દામ્પત્યજીવનમાં પડેલી કડવાશ મટવાનું નામ નથી લેતી. તે જેટલા પ્રયત્નો કરે છે. તેટલો વધુ ફંસાઇ રહ્યો છે. નવાઝની પૂર્વ પત્ની આલિયા તેને કોઇ સંજોગોમાં ચેનથી રહેવા દેવા માગતી નથી. તેથી જ વારંવાર નવા નવા આરોપો કરી રહી છે. આલિયાએ નવાઝુદ્દીન પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હવે તેણે નવાઝના મેનેજર પર દીકરીની છેડતી કર્યાનો આક્ષએપ મૂક્યો છે.

હવે તેણે નવાઝના મેનેજર પર ગંભીર આરોપ લગાવ્યા છે. હોળીના દિવસે આલિયાએ નવાઝ સાથેની તેની દલીલનો ઓડિયો પણ જાહેર કર્યો હતો. ઉપરાંત, આલિયાએ આરોપ લગાવ્યો છે કે નવાઝના મેનેજરે તેની પુત્રીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

નવાઝુદ્દીન સિદ્દીકીએ આલિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે...


 હું ચૂપ છું એટલે મને દરેક જગ્યાએ ખોટી માનવામાં આવી રહી છે. જેનો જવાબ આપતાં આલિયાએ એમ પણ કહ્યું કે, તમે બેજવાબદાર પિતા છો.



જેણે તેની સગીર પુત્રીને તેના મેનેજર સાથે આ જ હોટલમાં મૂકી હતી. મને ખબર પણ ન પડી અને તમે તેને મેનેજર સાથે દુબઈ મોકલી દીધી. તે દરમિયાન તમારા મેનેજરે મારી પુત્રીને અયોગ્ય રીતે સ્પર્શ કરી હતી, અને તેને ઘણી વખત ગળે લગાડેલી. મારી પુત્રીએ પણ કહ્યું હતું કે, તે સેફ ફીલ નથી કરી રહી.

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે.. અમે બંને ઘણા વર્ષોથી અલગ રહેતા હતા. અમારા બંનેના છૂટાછેડા થઈ ગયા છે, ફક્ત બાળકો ખાતર અમે વાત કરતા હતા. આલિયાએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારા પુત્રનો જન્મ 2015માં થયો હતો. તે સમયે પણ અમે સાથે રહેતા હતા. પછી તમે મને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો. મને 2011 સુધી ખબર ન હતી કે, હું તમારી પત્ની નથી. દુનિયા સામે જૂઠું કેમ બોલો છો.

નવાઝની પત્ની આલિયાએ પણ અભિનેતા સાથેનો એક ઓડિયો શેર કર્યો છે. જેમાં તેણી પુત્રીને મેનેજર અનુપ સાથે મોકલવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઓડિયોમાં તે નવાઝુદ્દીનને કહેતી સંભળાય છે કે, તમે તમારી યુવાન પુત્રીને કોઈની સાથે કેવી રીતે મોકલી શકો? આના પર નવાઝે કહ્યું કે, તેનો મેનેજર વિશ્વાસપાત્ર માણસ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application