સિંદૂર અને મંગળસૂત્ર વિનાની આલિયા શેઠ્ઠી થઇ રહી છે ટ્રોલ

  • February 13, 2023 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


  • સુનિલ શેઠ્ઠીની તાજેતરમાં લગ્ન કરનારી દીકરી નેટિઝન્સનો ટાર્ગેટ
  • ક્રિકેટર કેએલ રાહુલ સાથે અથિયાએ 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા



બોલીવૂડ અન્ના સુનિલ શેઠ્ઠીની તાજેતરમાં લગ્ન કરનારી દીકરી આલિયા સોશિયલ મીડિયા પર નેટિઝન્સના નિશાન પર છે. તેમને એવું લાગે છે કે નવવધુ માથામાં સિંદૂર અને મંગળસૂત્ર વિના કેવી રીતે જાહેરમાં આવે છે.

સુનીલ શેટ્ટીની લાડલી અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્નના તાંતડે બંધાઇ ગઇ છે. બંનેએ અભિનેતાના ખંડાલા ફાર્મહાઉસમાં સાત ફેરા લીધા હતા. અથિયા શેટ્ટી હવે મુંબઈ શહેરમાં ફરતી જોવા મળી હતી. જ્યારે લોકોએ તેને મેકઅપ વગર જોઇ તો તેની બુરાઇકરવા લાગ્યા હતા.

અથિયાના સિમ્પલ લુકને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોને આશ્ચર્ય થાય છે કે નવી વહુ કઈ રીતે સિંદૂર લગાવ્યા વગર અને મંગળસૂત્ર પહેર્યા વગર ઘરની બહાર ફરે છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે પાપારાઝીએ તેને સલૂનની ​​બહાર જોઇ હતી. તેણે કારમાં બેસતા પહેલા ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. અભિનેત્રીએ ડેનિમની ઉપર ક્રોપ ટોપ પહેર્યું છે અને તેના વાળ ખુલ્લાં છે. તે મેકઅપ વિના સુંદર દેખાઈ રહી છે પરંતુ સિંદૂર ન લગાવવું તેના માટે સમસ્યા બની ગયું છે.

આ વીડિયો પર કોમેન્ટ કરીને લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યૂઝરનું કહેવું છે...'તે કેવો પોશાક પહેરે છે, તે પરિણીત છે કે નહીં?' ત્યાં જ બીજા યૂઝરે કહ્યું, 'કોણ કહેશે કે તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે?', ન બગંડી, ન બિંદી, ન સિંદૂર, આ કયા નવા લગ્ન છે?' બીજી તરફ અથિયાના એક ફેન્સ એ કહ્યું, 'તે તેની જિંદગી છે. તે આ કપડાંમાં આરામદાયક છે. આપણે કોઇ તેને જજ કરનારા નથી. તમારા કામમાં મન લગાવો.

આ વીડિયો મુંબઈના બાંદ્રા સ્થિત સલૂનની ​​બહારનો છે. લોકો અથિયાની તબિયત પર કમેન્ટ કરી રહ્યા છે અને તેને ખાવા-પીવાની સલાહ પણ આપી રહ્યા છે. 30 વર્ષની અથિયાએ 'હીરો', 'મુબારકાં' અને 'મોતીચૂર ચકનાચૂર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. માના શેટ્ટીની દીકરીએ 2015ની ફિલ્મ 'હીરો'થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સામે સૂરજ પંચોલી હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application