સાડી પહેરીને આલિયા ભટ્ટે 'નાટુ નાટુ' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વિડીયો

  • February 28, 2023 12:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીની વાત કરીએ તો આલિયા ભટ્ટનું નામ હંમેશા તેમાં સામેલ થશે. આલિયા ભટ્ટ તેની અદભૂત એક્ટિંગ માટે જાણીતી છે. ગત વર્ષ આલિયા ભટ્ટ માટે ખૂબ જ લકી સાબિત થયું હતું. ગયા વર્ષે આલિયાએ સાઉથ સિનેમામાં ફિલ્મ 'RR R' (RRR) થી ડેબ્યૂ કર્યું હતું અને તેની પ્રથમ સાઉથ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. દરમિયાન, આલિયા ભટ્ટનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં આલિયા RRRના ગીત 'નાટુ નાટુ' પર ડાન્સ કરતી જોવા મળે છે.


આલિયા ભટ્ટે 'નાટુ નાટુ' પર ડાન્સ કર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આલિયા ભટ્ટનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આલિયા સફેદ સાડીમાં સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છેબી-ટાઉનની જાણીતી અભિનેત્રી આલિયા તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'RR R'ના ઓસ્કાર 2023ના નોમિનેટેડ ગીત 'નાટુ-નાટુ' પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે.

​​​​​​​

આલિયા ભટ્ટ સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆરની જેમ ''નાટુ-નાટુ' ગીતના સિગ્નેચર સ્ટેપની નકલ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટનો આ લેટેસ્ટ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આલિયાના ફેન્સ તેના આ વીડિયોને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application