પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ભારતીય ટીમે તેનો બીજો મેડલ જીત્યો છે. આ બંને મેડલ સ્ટાર શૂટર મનુ ભાકરે જીત્યા છે. આ દરમિયાન ફ્રાન્સની મેટ્રોલોજિકલ સર્વિસ તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. તેમણે ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે પેરિસમાં તોફાન આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે ભારે વરસાદ, કરા અને વીજળી પડવાની સંભાવના છે.
ઓલિમ્પિક ગેમ્સ હાલમાં પેરિસમાં રમાઈ રહી છે. આ ઓલિમ્પિક ગેમ્સનો આજે (30 જુલાઈ) ચોથો દિવસ છે. પરંતુ તે દરમિયાન પેરિસમાં અહીં તોફાન અને ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. ફ્રાન્સની મેટ્રોલોજિકલ સર્વિસે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
ચોથા દિવસે ભારતીય ટીમે પોતાનો બીજો મેડલ જીત્યો છે. આ બંને મેડલ સ્ટાર શૂટર મનુ ભાકરે જીત્યા છે. આ દરમિયાન ફ્રાન્સની મેટ્રોલોજિકલ સર્વિસનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે પેરિસમાં તોફાન આવવાની શક્યતા વ્યક્ત કરી છે.
પેરિસમાં તોફાનની ચેતવણી જારી કરવામાં આવી
પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન મોટા તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. ફ્રાન્સની મેટ્રોલોજિકલ સર્વિસે મંગળવારે આ અંગે અપડેટ આપી હતી. હવામાન વિભાગે બુલેટિનમાં જાહેરાત કરી હતી કે ફ્રાન્સની રાજધાનીમાં સાંજે 6:00 વાગ્યાથી (ભારતમાં રાત્રે 9.30 વાગ્યે) જોરદાર વાવાઝોડું, ભારે વરસાદ, કરા અને વીજળી પડવાની સંભાવના છે.
હવામાન એજન્સીએ કહ્યું કે ભારે વરસાદ થઈ શકે છે (આશરે 20 મીમી થી 40 મીમી એક કલાક કરતા ઓછા સમયમાં) જેની અસર ખૂબ જ સ્થાનિક હશે અને લગભગ મધ્યરાત્રિ સુધી ચાલશે.
મેડલ ટેલીમાં જાપાન અને ફ્રાન્સનો દબદબો
મંગળવારે (ભારતીય સમય મુજબ) સાંજે 4 વાગ્યા સુધી પેરિસ ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં જાપાન ટોચ પર છે. તેણે 5 ગોલ્ડ સહિત કુલ 12 મેડલ જીત્યા. જેમાં 2 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. જ્યારે યજમાન દેશ ફ્રાન્સ બીજા સ્થાને હતું. જેણે 5 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા હતા. આ દરમિયાન 8 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા હતા. બીજી તરફ ભારત માત્ર 2 બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યું છે.
દિવસ 4 (30 જુલાઈ) માટે ભારતીય સમયપત્રક:
4:45 PM - પુરુષોની પૂલ B મેચ: ભારત વિ આયર્લેન્ડ
5:15 PM - અંકિતા ભકતની મેચ, મહિલા વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ
5:30 PM - ભજન કૌરની મેચ, મહિલા વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ
5:30 PM - મેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિ. આલ્ફિયન ફજર અને મુહમ્મદ રિયાન અર્દિયંતો (ઇન્ડોનેશિયા).
6:20 PM - મહિલા ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો વિ સેત્યાના મપાસા અને એન્જેલા યુ (ઓસ્ટ્રેલિયા).
7:15 PM- મેન્સ 51 કિગ્રા રાઉન્ડ ઓફ 16: અમિત પંઘાલ વિ પેટ્રિક ચિનયેમ્બા (ઝામ્બિયા)
9:25 PM- મહિલા 57 કિગ્રા રાઉન્ડ ઓફ 32: જાસ્મીન લેમ્બોરિયા વિ નેસ્ટી પેટેસિયો (ફિલિપાઇન્સ)
10:45 PM - પુરુષોની વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ: ધીરજ બોમ્માદેવરા
1:20 PM - મહિલા 54 કિગ્રા રાઉન્ડ ઓફ 16: પ્રીતિ પવાર વિ યેની માર્સેલા એરિયસ (કોલંબિયા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech