અક્ષય-ટાઇગરની જોડી મચાવશે ધમાલ

  • January 24, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બડે મિયાં છોટે મિયાં'ફિલ્મનું ટીઝર રિલીઝ


અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝરની રિલીઝ થવા અંગે જણાવ્યું હતું.'અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી હતી આ જાણકારી. આથી આ બન્ને કિરદારને ધૂમ મચાવતા જોવા આતુર લોકોની આતુરતાનો અંત નજીકમાં આવી રહ્યો છે.

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું પોસ્ટર રિલીઝ થયું હતું. આજે આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 

અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝરની રિલીઝ થવા અંગે જણાવ્યું હતું. અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું હતું કે, 'જ્યારે દુનિયાને બચાવવાની વાત આવે છે, ત્યારે તમારા મિત્ર તમારી સાથે હોય છે.’ બડે મિયાં છોટે મિયાંનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના પોસ્ટરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને બંદૂકથી ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ પર બન્ને અભિનેતાને ખુબ મદાર છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application