બડે મિયાં છોટે મિયાંનું દમદાર ટ્રેલર રિલીઝ, બન્ને અભિનેતાએ જાતે જ સ્ટંટ કર્યા
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. એ તો જાણીતું જ છે કે બંને સ્ટાર છેલ્લા થોડા દિવસોથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતા અને થોડા દિવસો પહેલા ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું.
અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને 'સુલતાન' અને 'ભારત' પછી આ તેની ત્રીજી ઈદ પર રિલીઝ છે. માનુષી છિલ્લર અને અલાયા એફ જેવી અભિનેત્રીઓ પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે. પૃથ્વીરાજ સુકુમારન પણ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી ધમાલ મચાવશે.
આ ફિલ્મ ઈદના અવસર પર એટલે કે 10મી એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ટાઈગર શ્રોફ પણ મહત્વના રોલમાં જોવા મળશે. કહેવાય રહ્યું છે કે આ ફિલ્મમાં ઓછા વીએફએક્સનો ઉપયોગ કર્યો છે. આ બંને એક્ટર્સ જાતે જ સ્ટંટ કરે છે. અભિનેતાએ કહ્યું કે એમને જોર્ડન, ગ્લાસગો, સ્કોટલેન્ડ, અબુ ધાબી જેવા સ્થળોએ શૂટિંગ કર્યું છે.
ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના ટીઝરની સાથે ટ્રેલરમાં દમદાર એક્શન સીન્સ પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં તમને હીરોની સાથે વિલનનો પણ લુક ગમશે. 'બડે મિયાં છોટે મિયાં'નું ટ્રેલર જોયા બાદ યુઝર્સ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. તો, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના એક્શન સીન્સ કેટલાક યુઝર્સના દિલ જીતી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech