વર્ષ 2021થી અક્ષય કુમાર સતત ઘણી ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન, ફિલ્મ ઓએમજી- 2 સિવાય, તેની અન્ય ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નથી. હવે 12 જુલાઈએ અક્ષયની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અક્ષયે ફિલ્મ સરફિરા દ્વારા મોટા પડદા પર ધમાકેદાર કમબેક કર્યું છે. તે એક શાનદાર અને અદ્ભુત ફિલ્મ લઈને દર્શકોની સામે આવ્યો છે.
ફિલ્મે શરૂઆતથી જે સ્પીડ પકડીએ ક્લાઈમેક્સ સુધી ચાલુ રહી. આ ફિલ્મ એક પરફેક્ટ એન્ટરટેઈનમેન્ટ કોમ્બો છે. આ ફિલ્મ લાગણીઓથી ભરેલી છે અને અક્ષયેએ લાગણીઓ સાથે એટલી સારી રીતે અભિનય કર્યો છે કે તે જોવા જેવો છે.
ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની છે જે પોતાની એરલાઈન્સ ખોલવા માંગે છે જેના દ્વારા તે સામાન્ય લોકોને અડધી કિંમતે એર ટિકિટ આપી શકે છે અને તમને અક્ષય કુમાર આ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા કેપ્ટન ગોપીનાથના પુસ્તક સિમ્પલ ફ્લાય: અ ડેક્કન ઓડિસી પર આધારિત છે. અક્ષયની સાથે, તમે આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રાધિકા મદન જોવા મળશે, જેણે આ વખતે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને આ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ બની શકે છે.
અભિનયની વાત કરીએ તો અક્ષય કુમાર અને રાધિકા મદન સિવાય પરેશ રાવલ અને સીમા બિસ્વાસ સહિતના તમામ સ્ટાર્સે પોતપોતાના પાત્રોને ન્યાય આપ્યો છે. દરેકની એક્ટિંગ પરફેક્ટ લાગશે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એટલો એક્સાઈટ કરી દેશે કે સેકન્ડ હાફની રાહ જોવા લાગશો અને સેકન્ડ હાફ આવે ત્યાં સુધીમાં એકદમ ઈમોશનલ થઈ જવાશે. ફિલ્મ ખતમ થઈ જશે, પરંતુ એવું લાગશે કે સ્ટોરી ચાલુ રહે અને જોતા જ રહો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech