૧૦૦૮ દિપ પ્રગટાવીને મહાઆરતી સાથે શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દ્વારા મગનભાઇ કાસુન્દ્રાના હીરાના કારખાને પ્રારંભ : હનુમાનજી રુદ્રી-મહાયણ યજ્ઞ યોજાશે
પરમ પુજય સંત શ્રી નાથાબાપા ભગતના આર્શિવાદથી તેમની નેમ પુરી કરવા ૧૩-૧૩ માસના ત્રણ અનુષ્ઠાન કરવાના સંકલ્પ સાથે મોરબી-ટંકારા ભવ્ય રીતે પુર્ણ કરીને ત્રીજા અનુષ્ઠા રૂપે ધ્રોલના શ્રી રામધામ આશ્રમ ટસ્ટ ધ્રોલ દ્વારા મગનભાઈ કાસુન્દ્રાના હીરાના કારખાને રાજકોટ હાઈવે ખાતે આગામી તા. ૧૧/૧/૨૫ના રોજથી અંખડ રામધુનનો પુજય સંત શ્રી ભરતદાસબાપુ (માલસરવાળા)ના હસ્તે પ્રાંરભ થશે અને ૧૩ માસ સુધી શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમા અંદાજે ૧૦૦ થી વધુ ગામોમાંથી અને ધ્રોલ શહેરમાંથી વારા મુજબ શ્રી રામધુન મંડળ/ગોપી મંડળ લાભ લેવા પધારશે અને તા.૧૧ ના રોજ થી શ્રી હનુમાનજી રુદી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે.
ધ્રોલ ખાતે આગામી તા. ૧૧ના રોજ ૧૩ માસ સુધી અંખડ રામધુનનો ૧૦૦૮ દિપ પ્રગટાવી મહાઆરતી ઉતારી સાંજે ૭ કલાકે સતત અખંડ રામધુનનો પ્રારંભ થશે અને શનીવારના રોજ આજ દિવસે શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞના યજમાન ફુલાબેન રમેશભાઈ રાણીપા(રાજકોટ), હર્ષાબેન ઓધવજીભાઈ કાસુન્દ્રા (ધ્રોલ), ગોદાવરીબેન હરોગોવિંદભાઈ જાલરીયા, નર્મદાબેન ગોપાલભાઈ ડઢાણીયા, જશુબેન બાબુભાઈ ગોપાણી, ભગવતીબેન ગોધાણી, સીમ્પલબેન ગોધાણી, રસીલાબેન ગોધાણી રીમતી વનીતાબેન દેત્રોજાના મહાયજ્ઞ યોજાશે જેના શાસ્ત્રી તરીકે ભાવેશભાઈ દ્વારા યજ્ઞ કરવામાં આવશે.
મોરબી બાદ ટંકારા ખાતે તા, ૯/૧/ ૨૫ના રોજ બીજા અનુષ્ઠાન રૂપે ૧૩ માસની ધુન ટંકારા વિરામ લેશે અને બીજા અનુષ્ઠાનની પુર્ણાહુતી નિમિતે રામદેવપીર મહાયજ્ઞ ખંડપાઠ પુરાશે,રાત્રે રામદેવપીરનું આખ્યાન કરવા પીઠડાઈ ગૌ સેવા રામપીર મંડળ પીઠડ ગામથી પધારશે અને તા. ૧૯/૧/૨૫ના રોજ વહેલી સવારે શ્રી રામની ચરણ પાદુકા, શ્રી રામદરબારની પ્રતિમા, પરમ પુજય નાથાબા ગત પ્રતિમાની રથ સાથે શોભાયાત્રા ધ્રોલ ખાતે રવાના થશે.
ટંકારા ધુન સ્થળથી શોભાયાત્રા નીકળીને ધ્રુવનગર, લજાઈ વીરપર, સનાળા, મોરબી બાયપાસ હાઈવે, નાની વાવડી, માણેકવાડા, આમરણ દુધઈ,તારાણા, મોરાણા, હાજમચોરા, કેશીયા, લખતર, માંવાપર રાત્રી રોકાણ કરીને ધ્રોલ પહોંચશે અને શોભાયાત્રા દરમ્યાન ગામે ગામ રામના પ્રેમીજનો કંકુ ચોખા ફુલથી વધાવવા આવી શકે છે અને પૂજય સંત શ્રી નાથાબાપાની જન્મભૂમિ માવાપર ગામે તા. ૧૦/૧/૨૫ના રોજ શુક્રવારે બપોરે ૩.૩૦ થી રાત્રીના ૪ વાગ્યા સુધી ૧૨ ખંભા શ્રી રામનામ ૪૫ મહાયજ્ઞ કરવામાં આપશે, અને તા. ૧૧/૧/૨૫ના રોજ વહેલી સવારે,ધ્રોલ ખાતે અંખડ રામધુન દરમ્યાન દરરોજ ચા-પાણી, બપોરે-સાંજે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને ભકતજનો માટે ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ધ્રોલ ખાતે અખંડ રામધુનના આયોજન દેપાળીયાના બાબુભાસ ગૌપાણી, રાજકોટના રમેશભાઈ જીવરાજભાઈ રાણીયા વગેરેની પ્રેરણાથી હોય આ અંખડ રામ ધુનનો લાભ લેવા સૌ કોઈ શ્રધ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMદ્વારકામા કલાકાર સાગર પટેલ અને કાજલ મહેરીયા વચ્ચે વિવાદ, જામનગરમાં સાગર પટેલે પ્રતિક્રિયા આપી
January 09, 2025 07:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech