આકાશ ડિફેન્સ સીસ્ટમ બની વાયુસેનાની તાકાત

  • December 18, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય વાયુસેનાએ અક્ર શકિત ૨૦૨૩ પ્રદર્શનમાં પોતાની તાકાત બતાવી હતી. જમીનથી હવામાં પ્રહાર કરનાર આકાશ વેપન સિસ્ટમને સિંગલ ફાયરિંગ યુનિટ સાથે ૪ માનવરહિત લયોને એક સાથે નષ્ટ્ર કર્યા હતા. ભારત હવે આવી ક્ષમતા પ્રા કરનાર પ્રથમ દેશ બની ગયો છે.
આંતરરાષ્ટ્ર્રીય સ્તરે વધી રહેલા પડકારો વચ્ચે ભારત તેના સંરક્ષણ ક્ષેત્રને સતત મજબૂત કરી રહ્યું છે અને તેના માટે આધુનિક શક્રો પણ બનાવી રહ્યું છે. દેશની સ્વદેશી તાકાત તેના ઘાતક હથિયારથી દુશ્મનને પણ આશ્ચર્યચકિત કરી રહી છે. અક્ર શકિત ૨૦૨૩ અભ્યાસમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્રારા નિર્મિત જમીનથી હવામાં પ્રહાર કરનાર આકાશ વેપન સિસ્ટમને સિંગલ ફાયરિંગ યુનિટ સાથે ૪ માનવરહિત લયોને એક સાથે નષ્ટ્ર કર્યા હતા.


ટ્રાયલ દરમિયાન, ચાર લયો એક જ દિશામાંથી નજીક આવ્યા હતા અને પછી અલગ થયા હતા અને વિવિધ દિશામાંથી એક સાથે પોતાની જ સંરક્ષણ સંપત્તિ પર હત્પમલો કરવાનું શ કયુ હતું. આકાશ ફાયરિંગ યુનિટને ફાયરિંગ લેવલ રડાર , ફાયરિંગ કંટ્રોલ સેન્ટર અને બે આકાશ એરફોર્સ લોન્ચર્સ સાથે તૈનાત કરવામાં આવ્યું હતું. આ લોન્ચર્સ ૫ મિસાઈલો હતા.ફાયરિંગ લેવલના રડારે આ હવાઈ દુશ્મનોને સમયસર શોધી કાઢા અને પછી આકાશ ફાયરિંગ યુનિટને તેમને જોડવાનો આદેશ આપવામાં આવ્યો. ત્યારપછી કમાન્ડરે ગોળીબારનો આદેશ આપ્યો અને બે લોન્ચરમાંથી બે આકાશ મિસાઈલો હવામાં ઉડી. આ પછી, અન્ય બે લયોને બ્લાસ્ટ કરવાની જવાબદારી પણ આ જ લોન્ચરથી આપવામાં આવી હતી. આ રીતે, કુલ ૪ મિસાઇલોએ ૩૦ કિલોમીટરની રેન્જમાં ચારેય લયોને નષ્ટ્ર કરી દીધા.
સ્વદેશી આકાશ શક્ર પ્રણાલી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્રારા વિકસાવવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application