આજી-2 ડેમ સંપૂર્ણ સપાટી 73.76 મીટર ભરાયો, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

  • May 15, 2024 09:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાનો આજી-2 ડેમ સંપૂર્ણ સપાટી એટલે કે 73.76 મીટરે ભરાઈ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે કોઈ પણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. જેને લઈને હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાનો આજી-2 ડેમ હાલ તેની સંપૂર્ણ સપાટી 73.76 મીટર એ ભરાઈ ગયેલ છે તથા આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી સંદર્ભે કોઈ પણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે એમ છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા ગામોના ખેડૂતોએ તથા અન્ય નાગરિકોએ નદીના પટના વિસ્તારમાં અવરજવર ન કરવા નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ નં-1 રાજકોટની યાદીમાં જણાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application