દિવાળી દરમિયાન પ્લેનના ભાડા ગયા વર્ષની સરખામણીએ સસ્તા થશે. તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે.
ક્ષમતામાં વધારો અને ઓઈલના ભાવમાં તાજેતરના ઘટાડાને એર ટિકિટના ભાવમાં ઘટાડા માટેના એક પરિબળ તરીકે ગણવામાં આવે છે.
ટ્રાવેલ પોર્ટલ ઇક્સિગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણ દશર્વિે છે કે સ્થાનિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડામાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. આ કિંમતો 30 દિવસ અગાઉની ખરીદીની તારીખના આધારે વન-વે સરેરાશ ભાડું છે.
2023 માં, આ સમયગાળો 10-16 નવેમ્બરની વચ્ચે હતો, જ્યારે આ વર્ષે તે 28 ઓક્ટોબર-3 નવેમ્બર એટલેકે દિવાળીની આસપાસનો સમય છે.
આ વર્ષે સરેરાશ હવાઈ ભાડામાં સૌથી મોટો 38 ટકાનો ઘટાડો બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટ માટે નોંધાયો હતો, જે ગયા વર્ષે રૂ. 10,195થી ઘટીને રૂ. 6,319 થયો હતો. ચેન્નાઈ-કોલકાતા રૂટ પર ટિકિટની કિંમત 8,725 રૂપિયાથી 36 ટકા ઘટીને 5,604 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ-દિલ્હી ફ્લાઇટનું સરેરાશ હવાઈ ભાડું રૂ. 8,788 થી 34 ટકા ઘટીને રૂ. 5,762 થયું છે.
એ જ રીતે, દિલ્હી-ઉદયપુર રૂટ પર ટિકિટના ભાવ રૂ. 11,296થી 34 ટકા ઘટીને રૂ. 7,469 થયા છે.
દિલ્હી-કોલકાતા, હૈદરાબાદ-દિલ્હી અને દિલ્હી-શ્રીનગર રૂટ પર આ ઘટાડો 32 ટકા છે. ગયા વર્ષે, મર્યિદિત ક્ષમતાને કારણે દિવાળીની આસપાસ હવાઈ ભાડામાં વધારો થયો હતો.
ભાડામાં ઘટાડાનું બીજું મોટું કારણ ઓઈલની કિંમતોમાં ઘટાડો છે. આ વર્ષે તેલના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે, જે તહેવારોની સિઝન દરમિયાન પ્રવાસીઓને વધુ પોસાય તેવા વિકલ્પો આપે છે.
જો કે, વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે તેલની કિંમતો હાલમાં સહેજ વધુ છે. જેના કારણે કેટલાક રૂટ પર હવાઈ ભાડામાં 34 ટકા સુધીનો વધારો પણ થયો છે.
અમદાવાદ-દિલ્હી રૂટ પર ટિકિટનો ભાવ રૂ. 6,533થી 34 ટકા વધીને રૂ. 8,758 થયો છે, જ્યારે મુંબઈ-દેહરાદૂન રૂટ પર રૂ. 11,710થી રૂ. 15,527 પર 33 ટકાનો વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech