પુંચમાં એરફોર્સના કાફલાના હત્પમલાખોરો ઓળખાઈ ગયા

  • May 09, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હત્પમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે અને ૩ આતંકવાદીની તસવીર જાહેર કરવામાં આવી છે.મેના પ્રથમ સાહમાં એરફોર્સના કાફલા પર હત્પમલો કરનારા ત્રણ લશ્કર–એ–તૈયબાના આતંકીઓમાં પાકિસ્તાનના અબુ હમઝા, હદૂન અને ઇલ્યાસ ફૌજી નો સમાવેશ થાય છે.
ગયા અઠવાડિયે જમ્મુ–કાશ્મીરના પુંછ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા હત્પમલામાં પાકિસ્તાનની સંડોવણી બહાર આવી છે. હત્પમલાના આરોપી શંકાસ્પદ આતંકવાદીઓના ફટેજ બુધવારે સામે આવ્યા હતા. લશ્કરના આતંકવાદીઓની ઓળખ અબુ હમઝા, હદૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ છે.
આ તમામ લશ્કર–એ–તૈયબાના આતંકવાદી હોવાનું કહેવાય છે.એરફોર્સ પર થયેલા આતંકી હત્પમલામાં એક જવાન શહીદ થયો હતો અને ચાર ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શ કયુ છે.


સૂત્રોનું કહેવું છે કે આ ૩ પાકિસ્તાની આતંકવાદીઓની તસવીરો છે, જેમણે ૪ મે ૨૦૨૪ના રોજ એરફોર્સના કાફલા પર હત્પમલો કર્યેા હતો. તેઓ લશ્કર–એ–તૈયબા જૂથ સાથે સંકળાયેલા છે અને રાજાૈરી પુંછ વિસ્તારમાં સક્રિય છે. સૂત્રોનું કહેવું છે કે આ તસવીરોમાંનો એક આતંકી પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે. આમાંની એક તસવીર અબુ હમઝાની છે, જે એલઈટીનો કમાન્ડર છે.૪ મેના હત્પમલામાં આતંકવાદીઓએ ઉચ્ચ શકિત ધરાવતી એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કર્યેા હતો, જેમાં અમેરિકાની બનાવેલી એમ ૪ અને રશિયન બનાવટની એકે –૪૭ સામેલ હતી. આ વિસ્તારમાં આ વર્ષનો આ પહેલો મોટો હત્પમલો હતો, જેણે ભૂતકાળમાં લશ્કરી થાણાઓ અને સૈનિકો પર અનેક આતંકવાદી–સંબંધિત હત્પમલાઓ જોયા છે


૧૦ લાખનું ઈનામ જાહેર
પોલીસે હત્પમલાને અંજામ આપનારા બે શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. અબુ હમઝા મધ્યમ ઉંચાઈનો છે. તેનો રગં ગોરો છે. તેની ઉંમર ૩૦ થી ૩૨ વર્ષની વચ્ચે છે. તેણે વાળ કાપ્યા છે. હમઝા છેલ્લે નારંગી અને ભૂરા રંગનો પઠાણી સૂટ પહેરીને જોવા મળ્યો હતો.

વિકી પહાડે શહીદ થયા
પોલીસે તેની ધરપકડ માટે માહિતી આપનારને ૧૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કયુ છે. આતંકવાદીઓએ પુંચ જિલ્લાના શાઈસ્તર વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું, જેના પરિણામે એરફોર્સના જવાન કોર્પેારલ વિકી પહાડે શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application