એર ઇન્ડિયા 500થી વધુ કર્મચારીઓ છૂટા કરશે, વીઆરએસ યોજના લોન્ચ

  • July 18, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના મર્જરની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ બંને એરલાઈન્સનું મર્જર આ વર્ષે પૂર્ણ થવાનું છે. આ બંને એરલાઈન્સમાં લગભગ 18 હજાર કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી 500 થી 600 કર્મચારીઓ આ મર્જરનો ભોગ બનવાના છે. હવે એર ઈન્ડિયાએ આ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના શરૂ કરી છે. આ તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફનો ભાગ છે.
ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ વિસ્તારા એરલાઈન્સ આ વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે મર્જર પછી આટલા ગ્રાઉન્ડ સ્ટાફની જરૂર નહીં રહે. તેથી ગ્રાઉન્ડ સ્ટાફને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના ઓફર કરવામાં આવી રહી છે.
એર ઈન્ડિયાએ ગ્રાઉન્ડ સ્ટાફને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે અમે એર ઈન્ડિયામાં ઓછામાં ઓછી 5 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અને તેનાથી ઓછી સેવા આપ્નારા કર્મચારીઓ માટે વોલંન્ટરી સેપરેશન સ્કીમની ઓફર કરી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. એર ઈન્ડિયાએ તેના મેસેજમાં કહ્યું કે પાયલટ અને કેબિન ક્રૂ સિવાયના તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફ આ યોજનાઓનો લાભ લઈ શકે છે. બંને યોજનાઓનો લાભ 16મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે.



એઆઈએક્સ કનેક્ટ, એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ મર્જ થશે
સૂત્રોએ જણાવ્યું હતું કે બંને એરલાઇન્સ શક્ય તેટલા લોકોને જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે. કેટલાક કર્મચારીઓને ટાટા ગ્રુપ્ની અન્ય કંપ્નીઓમાં નોકરી આપવામાં આવી છે. જો કે, મર્જરને કારણે હવે કેટલીક પોસ્ટની જરૂર નથી. આ સાથે એર ઈન્ડિયાની પેટાકંપ્ની એઆઈએક્સ કનેક્ટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ નું પણ મર્જર કરવામાં આવી રહ્યું છે. આ બંને સાથે મળીને મોટા બજેટની એરલાઇન બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application