એર ઈન્ડિયાએ આપી નવા વર્ષની ભેટ, હવે ફ્લાઈટમાં મળશે Wi-Fi ની સુવિધા, આવું કરનાર પ્રથમ એરલાઈન્સ

  • January 01, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષ નિમિત્તે એર ઈન્ડિયાએ તેના મુસાફરોને મોટી ભેટ આપી છે. એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટ શરૂ કરનાર પ્રથમ ભારતીય એરલાઈન બની છે. એર ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એરબસ A350, બોઈંગ 787-9 અને એરબસ A321neo એરક્રાફ્ટમાં સવાર મુસાફરો ઈન્ટરનેટ બ્રાઉઝ કરી શકશે, સોશિયલ મીડિયા જોઈ શકશે, 10,000 ફૂટ ઉપર ઉડતી વખતે કામ કરી શકશે અથવા પ્રિયજનોને મેસેજ કરી શકશે.


ડોમેસ્ટિક ફ્લાઈટમાં ફ્રી વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ થશે


આ સેવા એર ઈન્ડિયાના ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોરના ઈન્ટરનેશનલ રૂટ પર પહેલાથી જ આપવામાં આવી રહી છે. હવે તેને પાઇરેટ પ્રોજેક્ટ પ્રોગ્રામ હેઠળ સ્થાનિક રૂટ પર શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયા સમયની સાથે તેના કાફલાના અન્ય એરક્રાફ્ટ પર આ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આઈઓએસ અથવા એન્ડ્રોઈડ ઓએસવાળા લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોન પર વાઈ-ફાઈ સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ થશે.


એર ઈન્ડિયાના મુખ્ય ગ્રાહક અનુભવ અધિકારી રાજેશ ડોગરાએ જણાવ્યું હતું કે કનેક્ટિવિટી હવે આધુનિક મુસાફરીનો અભિન્ન ભાગ બની ગઈ છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા મુસાફરો વેબ સાથે કનેક્ટ થવાની સગવડની કદર કરશે અને એરક્રાફ્ટમાં બેસીને એર ઈન્ડિયાના નવા અનુભવનો આનંદ માણશે.


એર ઈન્ડિયામાં મુસાફરો કેવી રીતે વાઈ-ફાઈનો લાભ લઈ શકશે?


1. ડિવાઈસ પર Wi-Fi  સ્ટાર્ટ કરો અને Wi-Fi સેટિંગ્સમાં જાઓ.


2. Air India Wi-Fi નેટવર્ક પર ક્લિક કરો.


3. એકવાર બ્રાઉઝરમાં એર ઈન્ડિયા પોર્ટલ પર પહોંચી ગયા પછી, PNR અને છેલ્લું નામ દાખલ કરો.


4. મફત ઇન્ટરનેટનો આનંદ લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application