આજે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાઇલટ વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. આ અકસ્માત પંચકુલાના મોરનીના બલદવાલા ગામ પાસે થયો હતો. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે પાઇલટે વિમાનને રહેણાક વિસ્તારથી દૂર લઈ ગયો અને પછી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.
વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ
પ્રાપ્ત વિગત મુજબ, હરિયાણાના પંચકુલામાં મોરની નજીક બલદવાલા ગામમાં એક ફાઇટર જેટ અચાનક ક્રેશ થતાં હંગામો મચી ગયો હતો. આ અકસ્માત બાદ વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, જેટનો પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યો હતો. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અકસ્માતની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ પણ મોકલવામાં આવી છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો
આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિમાનના ટુકડા વિખેરાઈ ગયા હતા અને ઘણા દૂરથી દેખાતા હતા. ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, આ જગુઆર ફાઇટર જેટ અંબાલામાં નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળતા પહેલા વિમાનને કોઈપણ ગીચ વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ જવામાં સફળ રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કંટ્રોલરૂમ ખાતે આપાતકાલીન બેઠક યોજવામાં આવી
May 10, 2025 05:42 PMજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech