કોમનવેલ્થ ગેમ્સ 2026ની યજમાનીની રેસમાં અમદાવાદઃ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થઈ રહ્યુ છે તૈયાર

  • July 19, 2023 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2026 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાતમાં યોજાઈ શકે છે. ભારતીય ઓલિમ્પિક સમિતિ ગુજરાત સરકાર સાથે મળીને આ માટે દાવો રજૂ કરી શકે છે. જો ભારતને આ હોસ્ટિંગ મળશે તો દેશમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. અગાઉ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.


કોમનવેલ્થ ફેડરેશને 2026ની ગેમ્સની યજમાની (વિક્ટોરિયા) ઓસ્ટ્રેલિયાને સોંપવામાં આવી હતી. મંગળવારે વિક્ટોરિયન સરકારે બજેટ ઓવરરન્સને કારણે તેને હોસ્ટ કરવાનો ઇનકાર કરી દિધો છે. જે બાદ કોમનવેલ્થ ફેડરેશન 2026 ગેમ્સના આગામી યજમાનની શોધ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે નવેસરથી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


ગુજરાત સરકાર 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની તૈયારી કરી રહી છે.

ગુજરાત સરકાર પહેલેથી જ IOC સાથે મળીને 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહી છે. ગુજરાત સરકાર 2028 સુધીમાં અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજના પર કામ કરી રહી છે. 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે તેને 2 વર્ષ અગાઉથી પૂર્ણ કરવાની રહેશે.


એવું માનવામાં આવે છે કે અમદાવાદને 2026ની ગેમ્સની યજમાની મેળવવામાં વધુ મુશ્કેલી નહીં પડે. ઓસ્ટ્રેલિયાના ઇનકાર બાદ કોમનવેલ્થ ફેડરેશન માટે આટલા ઓછા સમયમાં ભારત સિવાય અન્ય કોઈ યજમાનને શોધવાનું ખૂબ જ પડકારજનક રહેશે. કોમનવેલ્થના સભ્ય દેશો કે જેઓ ગેમ્સની યજમાની કરવા સક્ષમ છે તેઓ હાલમાં યુક્રેન યુદ્ધને કારણે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતનો દાવો ઘણો મજબૂત બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application