સરકારી હોસ્પિટલમાં ડોકટર દ્રારા તો દર્દીઓને તપાસતા, સારવાર, સર્જરી કરતાં ધ્શ્યો આપણા માનસપટલ પર અંકિત થયેલા છે, પરંતુ રોબોટથી સારવાર થાય એ સાંભળ્યું છે? અને એ પણ સરકારી હોસ્પિટલમાં !!! આશ્ચર્યચકિત થવાની જર નથી, આ વાત તદ્દન સાચી અને વાસ્તવિક બની ગઈ છે. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર ઇન્સ્િટટૂટમાં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિકસનો ઉપયોગ કરાય છે. અંદાજે ૩૮ કરોડના ખર્ચે વસાવેલ આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના ૫(પાંચ )મી.મી. થી ૩ સે.મી. સુધીની કદના સામાન્ય ટુમરનું પણ સચોટ અને ન્યુનત્તમ આડઅસર રહિત નિદાન કરી શકે છે. અહીં મહત્વની બાબત એ પણ છે કે, સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાય છે. અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્િટટૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે. ઉત્કૃષ્ટ્ર મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષેાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જીસીઆરઆઈ જાણીતું નામ બન્યું છે. કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી એક મહત્ત્વની સારવાર છે. કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડીને તેમને દર્દમુકત કરવાના ઉદ્દેશ સાથે કામ કરતી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્િટટૂટ રેડિયેશન થેરાપીમાં સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર મજબૂત બનાવી રહી છે.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્િટટૂટ દેશમાં રેડિયોથેરાપી માટેના અધતન કેન્દ્રોમાંથી એક છે. અહીં દરેક દર્દીની જરિયાતો અનુસાર ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે. સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન આન્કોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાઇબરનાઇફ, ટ્રુબીમ લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ–ઉપકરણો અંદાજીત ૯૫ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પાસે ત્રણ લિનિયર એસેલરેટર, એક કોબાલ્ટ (ભાભાટ્રોન) યુનિટ, એક ઇરિડિયમ (માઇક્રો–સિલેકટ્રોન) યુનિટ, ૪–ડી સીટી સિમ્યુલેટર અને એક કન્વેન્શનલ (એકસ–રે) સિમ્યુલેટર ઉપલબ્ધ છે.
પાસે ખૂબ જ કુશળ અને સમર્પિત રેડિયેશન આન્કોલોજી ટીમ છે, જે દરેક દર્દીને જરિયાત અનુસારની વ્યકિતગત સારવાર પ્રદાન કરે છે. અધતન ટેકનોલોજી અને નિષ્ણાત ડોકટરો સાથેની ની ટીમ દર્દીઓ માટે શ્રે પરિણામો, ઓછી આડઅસર સાથેની તથા દર્દીની જીવન ગુણવત્તામાં સુધારો લાવવા માટે જરી હોય તેવી ટ્રીટમેન્ટ પૂરી પાડે છે.આમ, ની સ્ટેટ ઓફ ધ આર્ટ રેડિયેશન થેરાપી ટેકનોલોજી લગભગ દરેક પ્રકારના કેન્સરની સચોટ સારવાર માટે સુવિધા પૂરી પાડે છે
સાઇબર નાઇફ–રોબોટિક લિનિયર એસેલરેટર
– આ ક્રાંતિકારી ટેકનોલોજી મગજ, ફેફસા, લિવર, કરોડરુ અને પ્રોસ્ટેટ જેવા સંવેદનશીલ અંગોમાં મેલીેન્ટ ટુમરની હાઈ–ડોઝ રેડિયેશન સાથે સચોટ સારવાર માટે પરફેકટ છે.
– આજુબાજુની હેલ્ધી ટિસ્યુને ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરે છે, જેના લીધે સરળતાથી પહોંચી ન શકાય તેવાં અંગોના કેન્સર અને નોન કેન્સર ટૂમરની સારવાર સરળ બને છે.
– નોન–સર્જિકલ, ઓછી વાઢકાપ અને ઓછો રિકવરી ટાઈમ જરિયાત હોય તેવા દર્દીઓ માટે ખાસ ઉપયોગી.
– મહત્તમ ચોકસાઈ સાથે કામગીરી કરતું સાઇબરનાઇફ સ્ટીરીયોટેકટીક રેડિયો સર્જરી અને સ્ટીરિયો ટેકિટક બોડી રેડિયો થેરાપી જેવી સર્જરી કે યાં
અત્યતં સચોટતા સાથે ટુમરને સબમિલિમીટર એકયુરેસી સાથે ટાર્ગેટ કરવાની હોય ત્યાં અત્યતં ઉપયોગી છે.
– સાઇબરનાઇફ અત્યતં ચોક્કસ અને જરિયાત મુજબનો રેડિયેશન ડોઝ આપતું હોવાથી ટ્રીટમેન્ટ ૧થી ૫ દિવસમાં જ પૂર્ણ કરી શકાય છે.
– આ સારવારમાં સૌથી ઓછી આડઅસરો ઉદભવતી હોવાથી સારવારનો સકસેસ રેશિયો ઐંચો રહે છે અને ઓછા હોસ્પિટલાઈઝેશનની જર પડે છે.
ટ્રુબીમ લિનિયર એસેલરેટર
– ટ્રુબીમની રેપિડઆર્ક ટેકનોલોજી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર તથા ફેફસા અને હેડ એન્ડ નેક કેન્સર જેવા વિવિધ પ્રકારના કેન્સર માટે ઝડપી અને શકિતશાળી રેડિયેશન થેરાપી પ્રદાન કરે છે.
– તેની અધતન ટેકનોલોજી ટુમરના મૂવમેન્ટને ઠીક કરી સચોટ સારવાર આપે છે. અત્યતં ચોક્કસ ટાર્ગેટેડ રેડિયેશન ડિલિવરીના લીધે સારવાર માટે ખૂબ જ ઓછો સમય જોઈએ છે અને સાઈડ ઈફેકટ અત્યતં ઓછી રહે છે.
– દરેક દર્દીના ટુમરના પ્રકાર અને તેના સ્થાનના આધારે રેડિયેશન ડોઝ આપી શકાતો હોવાથી સ્વસ્થ પેશીઓને અને અંગોને નુકસાન થતું નથી અને સારી સારવાર મળી રહે છે.
– રિસ્પિરેટરી ગેટિંગની સુવિધાના લીધે દર્દીની શ્વસન પ્રણાલીના આધારે સારવાર કરી શકાય છે. શ્વસન પ્રણાલીના આધારે ટુમરની મૂવમેન્ટ ચેક કરી શકાય છે. જેના લીધે એક અંગમાં ઉદભવતા કેન્સરની સારવાર દરમિયાન અન્ય અંગોને થતું નુકસાન અટકાવી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાંઢીયા પુલ પાસે કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા
January 18, 2025 06:24 PM108 ટિમની ઈમાનદારીની કાર્યશેલી દર્શાવી
January 18, 2025 06:14 PMજિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
January 18, 2025 05:54 PMકોલકાતા બળાત્કાર-હત્યા કેસનો આરોપી સંજય રોય કેવી રીતે પકડાયો? CBI કેવી રીતે ગુનો સાબિત કર્યો
January 18, 2025 05:28 PMસૈફ અલી ખાનના હુમલા કેસમાં મુંબઈ પોલીસે મધ્યપ્રદેશથી વધુ એક શંકાસ્પદવ્યક્તિની ધરપકડ કરી
January 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech