અમદાવાદના કુબેરનગરમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષની સગીરાએ XUV કાર ચલાવીને એક્ટિવા ચાલકને ટક્કર મારી, જેના કારણે યુવકનું મોત થયું છે. કમલેશ નૈનાની નામના યુવક એક્ટિવા પર ઘરેથી બહાર નીકળતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. કુબેરનગરની માતુછાયા સોસાયટીમાં બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર સગીરા કાર ચલાવી રહી હતી ત્યારે તેણે એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે કમલેશ નૈનાનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક જી ડિવિઝન પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે, જેમ કે સગીરાને કાર ચલાવવાની મંજૂરી કોણે આપી? અને આ અકસ્માત માટે જવાબદાર કોણ છે? પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરના ૪૦ ટકા લોકોના લીવર ચરબીયુક્ત
April 19, 2025 02:44 PMબોગસ ઇનપુટ કેશ ક્રેડિટ કૌભાંડમાં બનાવટી ખાતા ખોલનાર બેંક કર્મીના જામીન મંજૂર
April 19, 2025 02:42 PMજુઓ પોરબંદરમાં ત્રણ ઘેટાને કઈ રીતે મળ્યું નવું જીવન
April 19, 2025 02:28 PMજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech