અલીયા-ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર ા.૭ કરોડના ખર્ચે રીસર્ફેસિંગ અને અલીયા ગામે ા.૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજરબ્રિજનું લોકાર્પણ
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલીયા- ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર ા.૭ કરોડના ખર્ચે થયેલ રીસર્ફેસિંગ અને અલીયા ગામે ા.૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજરબ્રીજનું લોકાર્પણ અને સુર્યપરા ગામે ા.૨.૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર માઈનોર બ્રિજના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની સરકાર દ્વારા ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો કરવામાં આવતા નાગરિકોની સુખાકારીમાં વધારો થઇ રહ્યો છે અને ગામડાઓમાં પણ શહેરની સમકક્ષ સવલતો ઉભી કરવામાં આવી રહી છે.
સૂર્યપરા ગામે માઈનોર બ્રીજ તૈયાર થવાથી પાણીનો ભરવો નહી થાય અને લોકો તથા ખેડૂતોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડે. તેમજ અલીયા-ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર રીસર્ફેસિંગની કામગીરી તથા મેજરબ્રીજનું નિર્માણ થયું છે તેના થકી વાહનચાલકોની સમસ્યાઓનો અંત આવશે. અને લોકોનો સમય પણ બચશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને મદદપ થવા માટે હંમેશા તત્પર છે. હાલ ટેકાના ભાવે પાકોની ખરીદી થઇ રહી છે તેના થકી ખેડૂતમિત્રોને પાકના સારા ભાવો મળતા આર્થિક મદદ મળી છે. સૌની યોજના હેઠળ નદીનાળાઓમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને બે સીઝનના પાકો લેવાનો લાભ મળી રહ્યો છે. ગામડાઓમાં પણ રોડ,રસ્તા, બ્રીજ, વગેરે જેવા કામો થતા નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, અલીયા ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ા.૫ કરોડના ખર્ચે ૧૨ મીટરના ૧૩ ગાળાનો મેજરબ્રીજ તથા અલીયા ચાવડાથી સ્ટેટ હાઈવે સુધી કિશાનપથ યોજના હેઠળ ૧૦.૫૦કી.મી.ના રસ્તા પર ા.૭ કરોડના ખર્ચે રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે. જેના થકી અલીયા, ચાવડા તથા આજુબાજુના ગામના રહેવાસીઓ અને ખેડૂતોને ફાયદો થશે.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, અગ્રણી રમેશભાઈ મુંગરા, બાંધકામ સમીતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, જીલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બોરસદીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર છૈયા, સરપંચઓ, અગ્રણીઓ, તથા ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહેલિકોપ્ટર ક્રેશ: પોરબંદર એરપોર્ટ પર મોટી દુર્ઘટના! કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોત
January 05, 2025 04:05 PMદિલ્હીથી મેરઠની યાત્રા માત્ર 40 મિનિટમાં થશે પૂર્ણ, PMએ નવા કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન
January 05, 2025 01:11 PMઅસદુદ્દીન ઓવૈસીની મોદી સરકારને સલાહ, કહ્યું- 'દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ ફાયદો નથી...'
January 05, 2025 11:24 AMશ્વાસ સંબંધી લક્ષણોનું ક્લોઝ મોનિટરિંગ... ચીનમાં ફેલાતા HMPV વાયરસ પર ભારતમાં એડવાઈઝરી જારી
January 05, 2025 10:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech