જામનગરના રણજીત સાગર રોડ પર ગણેશવાસમાં રહેતા એક આઘેડે પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર ગણેશવાસ વિસ્તારમાં રહેતા દામજીભાઈ કુંભાભાઇ સાગઠીયા નામના આધેડે ગઈ કાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે સોમાભાઈ વાલાભાઈ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાકેશ ગાંભવાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક પોતાના પત્ની અને પુત્ર સાથે વાંધો ચાલતો હોવાથી તે બંને અમદાવાદ રહેતા હતા અને પોતે જામનગરમાં એકલવાયું જીવન જીવતા હતા. તે જિંદગીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનુ પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ઓખા વચ્ચે તંત્ર દ્વારા ધાર્મિક દબાણો હટાવાયા
April 29, 2025 01:24 PMનાવદ્રા ગામમાં રેતી ભરેલા ટ્રેકટર-ટ્રોલી સાથે એકની અટકાયત
April 29, 2025 01:22 PMસની દેઓલે દેહરાદૂનમાં 'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ કર્યું
April 29, 2025 12:52 PMરેડ 2' રિલીઝ થાય તે પહેલાં સેન્સર બોર્ડની કાતર ફરી
April 29, 2025 12:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech