ભારતીય ઉડ્ડયનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી ગ્રાહક સેવા એજન્ટોનું કામ સરળ બન્યું છે. જ્યારે તેમના પર કામનું ભારણ ઘટ્યું છે. ત્યારે મુસાફરો પણ એઆઈ પાસેથી તેમના પ્રશ્નોના જવાબ માણસ આપે એ જ રીતના જવાબો મેળવી રહ્યા છે. તેનાથી વધતા હવાઈ ટ્રાફિક વચ્ચે પ્લેન ચલાવવાનું સરળ બન્યું છે. વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું ભારતમાં હવાઈ ટ્રાફિકમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તે જ સમયે એરલાઇન્સ પણ તેના કાફલાને વિસ્તારી રહી છે. આ કાફલામાં વાઈડ બોડી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં AIનો ઉપયોગ તેમના કામને સરળ બનાવી રહ્યો છે. આ કારણે જ એઆઈ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેક્નોલોજીને અપનાવવાનું ઉડ્ડયન સહિત તમામ ઉદ્યોગોમાં વધી રહ્યું છે.
એર ઈન્ડિયાના AI એજન્ટ AIdotG
એર ઈન્ડિયાની પાંચ વર્ષની ટ્રાન્સફોર્મેશન યોજના હેઠળ AIનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવશે. તેનું જનરેટિવ AI વર્ચ્યુઅલ એજન્ટ AIDot G 1,300 થી વધુ વિષયોનું સંચાલન કરે છે. એર ઈન્ડિયાના ચીફ ડિજિટલ અને ટેક્નોલોજી ઓફિસર સત્ય રામાસ્વામી કહે છે કે AIDotG એ માત્ર અમારા સંપર્ક કેન્દ્રની કામગીરીને સુવ્યવસ્થિત કરતી નથી પરંતુ તેને ઝડપી બનાવવામાં પણ અમને મદદ કરી છે. આનાથી અમારા સંપર્ક કેન્દ્રના એજન્ટોને ગ્રાહકો સાથે જટિલ અને લાંબી ક્રિયાપ્રતિક્રિયાની જરૂર હોય તેવા પ્રશ્નો અને વિનંતીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે.
ઈન્ડિગો પાસે AI ચેટબોટ 6Esky છે
દેશની સૌથી મોટી એરલાઇન IndiGo પાસે AI ચેટબોટ 6Esky છે. તેમાં 1.7 ટ્રિલિયન પેરામીટર્સ છે. આની મદદથી તે સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકે છે. એટલું જ નહીં આ બોટ સ્પીચ-ટુ-ટેક્સ્ટ મોડલનો ઉપયોગ કરીને લેખિત અથવા ટાઈપ કરેલી ભાષા અને મૌખિક સૂચનાઓને સમજી શકે છે. ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેના AI ચેટબોટ Iskyની ક્ષમતાઓને વધારવા માટે ઘણા સુધારા કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech