બંને પાર્ટને એકસાથે શૂટ કરાશે, 350 દિવસ શૂટિંગ ચાલશે
નિતેશ તિવારીની બહુ ચર્ચિત ફિલ્મ 'રામાયણ' વિષે ફરી નવું અપડેટ સામે આવ્યું છે. પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મ 3 ભાગમાં બનશે પરંતુ હવે નક્કી થયું કે 2 જ ભાગમાં ફિલ્મ બનશે.આ બંને પાર્ટને એકસાથે શૂટ કરવામાં આવશે. એટલે કે 'રામાયણ'નું શૂટિંગ માર્ચથી શરૂ થઈ ગયું છે. આગામી 350 દિવસ સુધી તેનું શૂટિંગ થવાનું છે."
નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. હાલમાં બોલિવૂડમાંથી દરેક જગ્યાએ માત્ર રણવીર કપૂર અને નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની જ ચર્ચા થઈ રહી છે. જેની પાછળનું કારણ એ છે કે ફિલ્મને લઈને દરરોજ લેટેસ્ટ અપડેટ્સ આવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે રામાયણ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે.ફિલ્મનું ટાઈટલ પણ બદલવામાં આવ્યું છે.
હવે રણબીર કપૂરની ફિલ્મ રામાયણને લઈને વધુ એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. જેમ કે બધા જાણે છે કે રામાયણ ફિલ્મમાં રણવીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે, સાઈ પલ્લવી માતા સીતાનો રોલ કરી રહ્યો છે અને યશ રાવણનો રોલ કરી રહ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રણવીર કપૂરની ફિલ્મ રામાયણનું શૂટિંગ ડિસેમ્બર 2025 સુધીમાં પૂરું થઈ જશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી શકે છે.
'રામાયણ' બે ભાગમાં બનાવવામાં આવશે
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 'રામાયણ' બે ભાગમાં બનાવવામાં આવશે. આ બંને પાર્ટને એકસાથે શૂટ કરવામાં આવશે. એટલે કે 'રામાયણ'નું શૂટિંગ માર્ચથી શરૂ થઈ ગયું છે. આગામી 350 દિવસ સુધી તેનું શૂટિંગ થવાનું છે. બંને ભાગોનું શૂટિંગ ડિસેમ્બર 2025માં પૂર્ણ થશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કલાકારોનો લુક એવો જ રહે. નહિંતર, જો તે 'રામાયણ'ની બે ફિલ્મો વચ્ચે બીજી કોઈ ફિલ્મ શૂટ કરે છે, તો તેના માટે તેણે પોતાનું શરીર અને દેખાવ બંને બદલવું પડશે. મેકર્સ આ ઈચ્છતા નથી.
શૂટ આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે
નિતેશ તિવારીએ ફિલ્મને મોટા પાયે બતાવવા માટે બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. રણબીર, સાઈ પલ્લવી અને સની દેઓલ સાથે બંને પાર્ટનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ માટે 350 દિવસનું શિડ્યુલ બનાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, અન્ય કલાકારો પણ સોલો સિક્વન્સ શૂટ કરશે. મુખ્ય શૂટ આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે.
બંને ફિલ્મો એક વર્ષના અંતરાલમાં રિલીઝ થશે!
'રામાયણ પાર્ટ 1' રિલીઝ થઈ ત્યાં સુધીમાં બીજા ભાગનો મોટો ભાગ શૂટ થઈ ગયો હશે. નિર્માતા શૂટિંગની સાથે સાથે પોસ્ટ-પ્રોડક્શનનું કામ પણ ચાલુ રાખવા માંગે છે. જેથી બંને ફિલ્મો એક વર્ષના અંતરાલમાં રિલીઝ થઈ શકે. પહેલી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ મેકર્સ તેની રિલીઝ ડેટ જાહેર કરશે. હાલમાં આ ફિલ્મની જાહેરાતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
જોકે આનાથી અન્ય કલાકારોના કામમાં ઘણો ફરક પડશે. જેમ કે રણબીર 'રામાયણ પાર્ટ 1' પછી 'લવ એન્ડ વોર' અને 'એનિમલ પાર્ક'નું શૂટિંગ શરૂ કરવાનો હતો. હવે તે 2026 પહેલા આ બે ફિલ્મોનું શૂટિંગ ભાગ્યે જ શરૂ કરી શકશે. રણબીરના કારણે સંજય લીલા ભણસાલી, સંદીપ રેડ્ડી વાંગા જેવા ફિલ્મ નિર્માતાઓ અને આલિયા ભટ્ટ, વિકી કૌશલ જેવા કલાકારોએ તેમના ટાઈમટેબલમાં ફેરફાર કરવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech