અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર અદાણી ગ્રુપને નિશાન બનાવ્યું છે અને દાવો કર્યેા છે કે સ્વિસ સત્તાવાળાઓએ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપોની તપાસના ભાગપે અદાણી જૂથના છ સ્વિસ બેંક ખાતામાં જમા કરાયેલા ૩૧૦ મિલિયન ડોલર ફ્રીઝ થઈ ગયા છે.
હિન્ડેનબર્ગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કયુ કે સ્વિસ સત્તાવાળાઓએ મની લોન્ડરિંગ અને છેતરપિંડી અંગેની તપાસના ભાગપે અદાણી જૂથના કેટલાક સ્વિસ બેંક ખાતાઓમાં જમા કરાયેલા ૩૧૦ મિલિયન ડોલરથી વધુને ફ્રીઝ કરી દીધા છે. આ તપાસ ૨૦૨૧થી ચાલી રહી છે.
હિંડનબર્ગ, ગોથમ સિટી, એક સ્વિસ મીડિયા આઉટલેટ, ટાંકીને વર્ણવે છે કે કેવી રીતે અદાણીનું પ્રતિનિધિત્વ કરતા એક સહયોગીએ બ્રિટિશ વર્જિન ટાપુઓ મોરિશિયસ અને બર્મુડામાં શંકાસ્પદ ભંડોળમાં રોકાણ કયુ. આ ફંડના મોટા ભાગના નાણાં અદાણીના શેર્સમાં રોકાયા હતા. આ છ સ્વિસ બેંકોમાં ૩૧૦ મિલિયન ડોલરથી વધુ હતા, જે હવે ફ્રીઝ કરવામાં આવ્યા છે. સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડ પરથી આ વાત સામે આવી છે.
અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ આરોપોને ખોટા ગણાવ્યા છે. ગ્રૂપે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ બધું તેમની માર્કેટ વેલ્યુને ડાઉન કરવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમજ અમારી કંપનીનું કોઈ એકાઉન્ટ જ કરવામાં આવ્યું નથી. અમાં વિદેશી હોલ્ડિંગ માળખું સંપૂર્ણપણે પારદર્શક અને કાયદા અનુસાર છે. અમને એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે આ તે લોકોનો પ્રયાસ છે જેઓ અમારી પ્રતિા અને બજાર મૂલ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
અદાણી ગ્રુપ દ્રારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે રજૂ કરાયેલા આ તમામ પાયાવિહોણા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. વધુમાં, ઉપરોકત આદેશમાં, સ્વિસ કોર્ટ દ્રારા ન તો અમારી ગ્રૂપ કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ન તો અમને આવી કોઈ સત્તા અથવા નિયમનકાર તરફથી કોઈપણ પ્રકારની સ્પષ્ટ્રતા માટે કોઈ વિનંતી મળી છે. હિંડનબર્ગ રિસર્ચે ગયા વર્ષે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ અદાણી ગ્રુપ પર ૧૦૬ પાનાનો અહેવાલ પ્રકાશિત કર્યેા હતો. જેમાં અદાણી ગ્રૂપ પર દેવાથી લઈને શેરના ભાવમાં હેરાફેરી સુધીના વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોઈ સમય આ પતન થયું હતું. શેર્સમાં આવેલી સુનામીને કારણે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ તૂટું એટલું જ નહીં, ગૌતમ અદાણી નેટવર્થમાં પણ મોટો ઘટાડો થયો.
હિંડનબર્ગના પ્રથમ અહેવાલની અસરને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ ૬૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જો કે, અદાણી ગ્રુપના શેરોએ આ વર્ષે જોરદાર પુનરાગમન કયુ છે, પરંતુ હિંડનબર્ગ સેબી ચીફને લઈને જૂથ પર પ્રહારો કરી રહ્યું છે, તેથી હવે તેણે આ નવી પોસ્ટ જારી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech