શિયા ઇસ્માઇલી મુસ્લિમોના નેતા આગા ખાનનું નિધન

  • February 05, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિઝ હાઇનેસ પ્રિન્સ કરીમ અલ-હુસૈની, આગા ખાન 4 અને શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 49મા વારસાગત ઇમામનું ગઈકાલે અવસાન થયું. તેમના પરિવાર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (એકેડીએન) એ તેમના સત્તાવાર પ્લેટફોર્મ પર આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે તેમના નિયુક્ત અનુગામીની જાહેરાત પછી થશે.
13 ડિસેમ્બર 1936 ના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા નજીક ક્રુક્સ-ડી-જેન્થોડમાં જન્મેલા આગા ખાન પ્રોફેટ મુહમ્મદના સીધા વંશજ હતા. તેમના દાદા આગા ખાન ત્રીજાએ, 1957માં અણધારી રીતે તેમને તેમના પોતાના પુત્ર અલી ખાનને અવગણીને ઉત્તરાધિકારી તરીકે નામ આપ્યું અને કહ્યું કે નેતૃત્વ એક યુવાન વ્યક્તિને સોંપવું જોઈએ જે નવા યુગમાં ઉછર્યો છે.
તેમની નિમણૂક સમયે તેઓ હાર્વર્ડના અંડરગ્રેજ્યુએટ હતા. 2012માં વેનિટી ફેરમાં આગા ખાને કહ્યું હતું કે હું એક અંડરગ્રેજ્યુએટ હતો જે જાણતો હતો કે તેમના બાકીના જીવન માટે તેમનું કાર્ય શું હશે.મને નથી લાગતું કે મારી પરિસ્થિતિમાં કોઈ તૈયાર હોત.
આગા ખાન ચોથાએ પોતાનું જીવન પરોપકાર માટે સમર્પિત કર્યું હતું અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની સ્થાપ્ના કરી. જે 96,000 લોકોને રોજગારી આપે છે અને આરોગ્યસંભાળ, શિક્ષણ, આવાસ અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના પ્રયાસો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને તાજિકિસ્તાન સહિત અનેક દેશોમાં ફેલાયા, જ્યાં તેમણે સ્થાનિક અર્થતંત્રો અને આરોગ્યસંભાળ માળખામાં રોકાણ કર્યું.
હોસ્પિટલો અને શાળાઓના તેમના નેટવર્કથી લાખો લોકો માટે આવશ્યક સેવાઓની પહોંચમાં સુધારો થયો. ઇસ્લામિક નીતિશાસ્ત્રમાં તેમની માન્યતાએ સંપત્તિ પ્રત્યેના તેમના અભિગમને આકાર આપ્યો. 2012માં તેમણે કહ્યું કે આપણને એવી કોઈ કલ્પ્ના નથી કે સંપત્તિનો સંચય ખરાબ છે. ઇસ્લામિક નીતિશાસ્ત્ર એ છે કે જો ભગવાને તમને સમાજમાં એક વિશેષાધિકૃત વ્યક્તિ બનવાની ક્ષમતા અથવા સૌભાગ્ય આપ્યું છે તો તમારી પાસે સમાજ પ્રત્યે નૈતિક જવાબદારી છે.
આગા ખાન ઇસ્લામિક કલા અને સંસ્કૃતિના એક મુખ્ય સમર્થક હતા. તેમણે સ્થાપત્ય માટે આગા ખાન પુરસ્કારની સ્થાપ્ના કરી અને એમઆઈટી અને હાર્વર્ડ ખાતે ઇસ્લામિક સ્થાપત્ય કાર્યક્રમોને ટેકો આપ્યો. તેઓ વિશ્વભરમાં ઐતિહાસિક ઇસ્લામિક સ્થળોના પુન:સ્થાપ્નમાં ઊંડાણપૂર્વક સામેલ હતા.
તેમના અવસાન પછી યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે તેમને આપણા મુશ્કેલીગ્રસ્ત વિશ્વમાં શાંતિ, સહિષ્ણુતા અને કરુણાના પ્રતીક તરીકે બિરદાવ્યા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ જણાવ્યું કે વિશ્વભરમાં શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે તેમણે જે અદ્ભુત કાર્યનું નેતૃત્વ કર્યું હતું તેના દ્વારા તેમનો વારસો જીવંત રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application