મનપામાં બે મહિના બાદ મેયર આવ્યા; અરજદારો ઉમટયા

  • May 15, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં મેયર નયનાબેન પેઢડિયા આજે બે મહિના બાદ આવતા અરજદારો ઉમટી પડા હતા, લોકસભા ચૂંટણીની આચારસંહિતા તા.૧૫ માર્ચના રોજ જાહેર થઇ ત્યારથી મેયરએ મહાપાલિકા કચેરીમાં આવવાનું બધં કયુ હતું, દરમિયાન આજે તા.૧૫ મેના રોજ પહેલી વખત મેયર તેમની ચેમ્બરમાં હાજર થયા હતા.
લોકસભા ચૂંટણીની આચારસંહિતા જાહેર થઇ ત્યારથી પદાધિકારીઓ અને કોર્પેારેટરોએ મહાપાલિકા કચેરીમાં આવવાનું બધં કયુ હતું. અલબત્ત હજુ આચારસંહિતા તો અમલી છે જ પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં હવે બે–ચાર દિવસથી અમુક કોર્પેારેટરો મહાપાલિકાએ આવતા થયા છે. જો કે મોટાભાગના પદાધિકારીઓ અને નગરસેવકો ચૂંટણીનો થાક ઉતારવા સહપરિવાર પ્રવાસે રવાના થઇ ગયા છે જેઓ હવે ચૂંટણી પરિણામના બે ચાર દિવસ પહેલા રાજકોટ આવશે તેમ જાણવા મળે છે.

દરમિયાન આજે મેયર તેમની ચેમ્બરમાં ઉપસ્થિત થતાની સાથે જ અરજદારો ઉમટા હતા. હાલ સુધી ચૂંટણી હોય બધા તેમાં વ્યસ્ત હશે તેથી કોઈ કામ થશે નહીં તેમ માનીને અરજદારો પણ આવતા ન હતા. યારે આજથી તો ટેકસ બ્રાન્ચના સિવિક સેન્ટરમાં વેરો ભરવા, જન્મ મરણ નોંધણીના દાખલા કઢાવવા તેમજ આધારકાર્ડમાં સુધારા વધારા માટે અરજદારોએ લાઇનો લગાવી હતી.

આજથી હજુ ૨૨ દિવસ આચારસંહિતા અમલી
તા.૧૫ માર્ચથી અમલી થયેલી લોકસભા ચૂંટણીની આચાર સંહિતાને આજે બરાબર બે મહિના પૂર્ણ થયા છે. તા.૪ જુનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવનાર છે ત્યારબાદ તા.૬ જૂન સુધી આચારસંહિતા અમલી રહેશે. મતલબ કે આજથી આગામી ૨૨ દિવસ સુધી કોઇ નીતિવિષયક નિર્ણયો કે મહત્વપૂર્ણ કામગીરી થશે નહીં




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application