કેનેડામાં પનાહ લઈ રહેલા ખાલિસ્તાની કટ્ટરપંથી પન્નુંએ ભારતમાં અયોધ્યામાં આવેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ કેનેડામાં પણ તણાવ વધ્યો છે.ખાલિસ્તાની કટ્ટરપંથીઓની ધમકી વચ્ચે બ્રામ્પટન મંદિરે કાર્યક્રમ રદ કરવો પડો છે.વાસ્તવમાં, પીલ પ્રાદેશિક પોલીસે ગુ માહિતીના આધારે કહ્યું છે કે ૧૭ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ ભારતીય વાણિય દૂતાવાસમાં યોજાનાર કાર્યક્રમ દરમિયાન હિંસક વિરોધ પ્રદર્શન થઈ શકે છે, આથી સલામતીના ભાગ પે આ કાર્યક્રમ રદ કરી દેવાયો છે.ઉલેખનીય છે કે ૩ નવેમ્બરે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હિન્દુ મહાસભાના મંદિર પર હત્પમલો કર્યેા હતો.
કેનેડામાં બ્રામ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે ૧૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ ભારતીય કોન્સ્યુલેટ દ્રારા આયોજિત જીવન પ્રમાણપત્ર કાર્યક્રમ રદ કર્યેા છે. ખાલિસ્તાની કટ્ટરપંથીઓના હિંસક વિરોધના ભયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીલ પ્રાદેશિક પોલીસની સત્તાવાર બાતમી બાદ ભારતીય કોન્સ્યુલેટ વતી ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ બ્રેમ્પટન ત્રિવેણી મંદિર ખાતે આયોજિત જીવન પ્રમાણપત્ર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે આ ઘટના દરમિયાન હિંસક વિરોધ થવાની સંભાવના છે.
આ ઉપરાંત, કોમ્યુનિટી સેન્ટરે પીલ પોલીસને અપીલ કરી છે કે તેઓ આવી ધમકીઓનો ડર દુર કરાવવામાં મદદ કરે અને કેનેડિયન હિંદુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરે. મંદિર પ્રશાસને જણાવ્યું હતું કે, અમને ખૂબ દુ:ખ છે કે કેનેડિયનો હવે હિંદુ મંદિરોની મુલાકાત લેતા અસુરક્ષિતતા અનુભવે છે. અમે પીલ પોલીસને બ્રામ્પટન ત્રિવેણી મંદિર સામે આપવામાં આવી રહેલી ધમકીઓને દૂર કરવા અને કેનેડિયન હિંદુ સમુદાય અને સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાકલ કરીએ છીએ.
બ્રામ્પટન ત્રિવેણી મંદિર અને સામુદાયિક કેન્દ્ર હિન્દુઓ અને સમાન વિચારધારા ધરાવતા વ્યકિતઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સેવા આપે છે.તેમજ પૂજા, કીર્તન, સેવા અને પ્રવચન માટે જગ્યા પૂરી પાડે છે. ૩ નવેમ્બરના રોજ ખાલિસ્તાની સમર્થકોએ ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હત્પમલો કર્યેા હતો. આ દરમિયાન હિંદુઓને પણ માર મારવામાં આવ્યો હતો.
આ ઘટનાની આંતરરાષ્ટ્ર્રીય સ્તરે વ્યાપક નિંદા કરવામાં આવી હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પોતે આ મામલે સ્પષ્ટ્રતા આપવી પડી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિન્દુ મંદિર પર ઇરાદાપૂર્વકના હત્પમલાની સખત નિંદા કરી હતી અને ભારતીય રાજદ્રારીઓને ડરાવવાના કાયર પ્રયાસને અસ્વીકાર્ય ગણાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech