રાજકોટ શહેરના વિદેશી દારૂની ઉંચી બ્રાન્ડના શોખિનો માફક વિદેશી કે ઈ–સીગારના કસ લેનારાઓ છાનાછૂપા આવો જથ્થો જ્ઞળી રહે છે. એસઓજીની ટીમે ઈ–સીગારના વેપ વેચતા અગાઉ પકડાયેલા શખસના કાકાને હવે આવા અર્ધેા લાખથી વધુના કિંમતના જથ્થા સાથે પકડી પાડયો છે. છેલ્લા ત્રણેક માસથી સિલેકટેડ કસ્ટમર્સને ઈ–સીગારના પેકેટ, વેપ પહોંચતી કરતો હતો.
૧૫૦ ફટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીકના ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૧માં રહેતો મુકેશ હિરાભાઈ ભારાણી વિદેશી કે ઈ–સીગારનો ધંધો કરતો હોવાની એસઓજીના જમાદાર ઈન્દ્રસિંહ, દિગ્વીજયસિંહને માહિતી મળી હતી. જે આધારે પીએસઆઈ અમે.બી.માજીરાણા, હાદિર્કસિંહ પરમાર સહિતની ટીમે દરોડો પાડયો હતો. આરોપીના કબજામાંથી અલગ અલગ વિદેશની બ્રાન્ડની સીગારેટ, ઈ–સીગારેટ તથા ઈ–સીગારેટ વેપના બોકસ જથ્થો મળી આવ્યો હતો. ૫૩૦૦૦ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.
આ જથ્થો અમદાવાદથી લઈ આવી અલગ અલગ વિશ્ર્વાસુ ગ્રાહકો તેમનેજ ડાયરેકટ બોકસ પહોંચતા કરી દેતો હતો. જયારે ચોક્કસ દુકાનને આવા બોકસ સપ્લાય કરતો હતો. છેલ્લા ત્રણેક માસથી ઈ–સીગારના ધંધામાં ઝંપલાવ્યાનું કથન કર્યુ હતું. અગાઉ આરોપી મુકેશ ઉ.વ.૫૧ના ભત્રીજા જામનગરના વતનીને એસઓજીએ બે લાખ જેવી કિંમતના જથ્થા સાથે પકડી પાડયો હતો. જે તે સમયે એ શખસે પોતે રાજકોટમાં કૌટુંબિક કાકા મુકેશભાઈને ત્યાં રહીને અભ્યાસ સાથે આવી સીગારેટ વેચનો હોવાની કેફીયત આપી હતી.
ભત્રીજો પકડાયા બાદ હવે આ ધંધો કાકાએ અપનાવી અમદાવાદની લાઈન મારફતે ત્રણેક માસથી સીગાર–વેપ વેચવાનું ચાલુ કર્યુ હતું અને ગઈકાલે એસઓજીની જાળમાં ફસાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech