છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી પોતાના પગાર, હકક–હિસ્સા અને ન્યાય માટેની લડત ચલાવતા અમુલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ અને કામદારો માટે અત્યાર સુધી કોઈ નકકર કાર્યવાહી થઈ ન હતી પરંતુ લેબર કોર્ટે ફેકટરીની મિલકતો સીલ કરી કામદારોના પગાર સહિતના હકક–હિસ્સાના નાણાં ચુકવવા માટેનો આદેશ આપતા અને આ કાર્યવાહી માટે જિલ્લ ા કલેકટરને સુચના આપતા આખરે તત્રં જાગ્યું છે અને હવે પગાર સહિતના હકક–હિસ્સાના નાણાં મળી જશે તેવી કામદારોને અને કર્મચારીઓને ખાતરી થઈ છે.
અમુલ ઈન્ડસ્ટ્રીઝના કામદારો અને કર્મચારીઓ છેલ્લ ા એકાદ વર્ષથી પોતાના પ્રશ્ને આંદોલન ચલાવી રહ્યા હતા. કલેકટર કચેરીમાં હજારોની સંખ્યામાં બબ્બે વખત કામદારો એકત્ર થયા હતા. આત્મવિલોપનના પણ પ્રયાસો થયા હતા. કારખાનાના માલીકના નિવાસસ્થાને દિવાળીના તહેવારોમાં આત્મ વિલોપનની ઘટના બની હતી અને આમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
કામદારોએ પોતાના પ્રશ્ને લેબર કોર્ટમાં કેસ કર્યેા હતો અને અગાઉ લેબર કોર્ટે પગાર, પ્રોવિડન્ડ ફંડના નાણાં ચુકવી દેવા માટે ફેકટરીના માલીકોને આદેશ કર્યેા હતો પરંતુ તેની પણ અમલવારી ન થતાં હવે મિલકત સીલ કરીને નાણાં વસુલ કરવાનો હત્પકમ કરાયો છે. મિલકત સીલ કરાયા પછી પણ ફેકટરીના માલીકો કામદારો અને કર્મચારીઓને હકક–હિસ્સાના નાણાં નહીં ચુકવે તો મિલકતની હરાજી કરી ચુકવણા કરાશે. જો કે, આ માટે ફેકટરીના સંચાલકોને ૧૫ દિવસનો સમય પણ આપવામાં આવશે. કામદારોને છેલ્લા ૧૪ મહિનાથી પગાર ચુકવાયો નથી. પગાર, પ્રોવિડન્ડ ફડં સહિત રૂા.૧.૪૦ કરોડનું લેણું નીકળે છે અને તે માટે ૫૦ કરોડની મિલકત આજે સીલ કરવામાં આવી છે.
ચાર કામદારોએ આપઘાત કર્યા છે
અમુલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટની કામદાર વિરોધી નીતિ અને પગાર તથા પ્રોવિડન્ટ ફંડના નાણા નહીં આપવાના કારણે અત્યાર સુધીમાં ચાર કામદારોએ આત્મહત્યા કરી લીધી છે. આપઘાતના પ્રયાસના બે બનાવો બન્યા છે. જે ચાર કામદારોએ આપઘાત કર્યા છે તેમાં હરેશભાઈ હેરભા, વિક્રમભાઈ બકુત્રા, અનિલભાઈ વેગડા વગેરેનો સમાવેશ થાય છે.
વધુ વિરોધ કરનાર ૧૪૫ કર્મચારીઓ અને કારીગરોની તામિલનાડુમાં બદલી
લેબર કોર્ટ દ્રારા કર્મચારીઓને પીએફ અને પગાર આપવા માટે અગાઉ પણ આદેશ કર્યેા હતો. છતાં કંપનીનાં માલિકો દ્રારા પિયા આપવામાં આવતા ન હતા. કર્મચારીએ અગાઉ જણાવ્યું હતું કે અમે અમૂલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લાં ૨૦–૨૫ વર્ષથી કામ કરીએ છીએ. યાં ભાઈઓ વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદને કારણે કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. હાલમાં અમને કંપનીમાં બોલાવીને અંદર પૂરી રાખવામાં આવે છે. ત્યાં ચા–પાણી, લાઈટ સહિતની કોઈપણ સુવિધાઓ નહીં હોવા છતાં અમને બેસાડી રાખવામાં આવે છે. માણસો સામેથી રાજીનામાં આપીને જતા રહે એવી તેમની નીતિ છે. તેમજ ૨૦૦૦ કિલોમીટર દૂર તામિલનાડુમાં ૧૪૫ કર્મચારીની ગેરકાયદે બદલી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech