બીઆરઆઈ જેવા મેગા પ્રોજેકટના આધારે ચીન ભલે ઘણા દેશોને પોતાની આર્થિક જાળમાં ફસાવી રહ્યું હોય, પરંતુ મોટી સંખ્યામાં વિદેશી રોકાણકારોએ ચીનમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચવાનું શ કરી દીધું છે. આમાં યુરોપિયન કંપનીઓની સંખ્યા સૌથી વધુ છે. બીજી તરફ, ભારત આ કંપનીઓના ગૂડલીસ્ટમાં છે. દક્ષિણ–પૂર્વ એશિયા અને યુરોપ મોટા રોકાણ માટે કંપનીઓની પસંદગી બની ગયા છે. આ લીસ્ટમાં ભારત અને ઉત્તર અમેરિકાનો નંબર આવે છે, યાં વિદેશી રોકાણકારો કંપનીઓ સ્થાપવામાં રસ ધરાવે છે.
ચીનમાં યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા સર્વે કરાયેલી ૫૦૦ કંપનીઓમાંથી ૪૦ ટકાએ કાં તો તેમના વ્યવસાય બધં કરી દીધા છે અથવા તેમને બધં કરવાની તૈયારી કરી રહી છે. જોકે ૬૦ ટકા કંપનીઓ ચીનમાં બિઝનેસ કરવાનું ચાલુ રાખવા માટે તૈયાર છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં તેમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ ચીન સરકારનું વલણ અને નિરાશાજનક વાતાવરણ છે. સર્વેમાં ૧૫ ટકા કંપનીઓએ કહ્યું કે વર્ષ ૨૦૨૩માં તેમને નુકસાન સહન કરવું પડું.
જાહેર કરાયેલા બિઝનેસ કોન્ફિડન્સ સર્વેમાં ચેમ્બરે જણાવ્યું હતું કે ચીનમાં બિઝનેસની સંભાવનાઓ અત્યાર સુધીની સૌથી નિરાશાજનક સ્થિતિમાં છે. આ કંપનીઓનું કહેવું છે કે ચીની કંપનીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને નિયમો બનાવવામાં આવ્યા છે.
યુરોપિયન ચેમ્બરના પ્રમુખ યેન્સ એસ્કલડનું કહેવું છે કે પ્રતિકૂળ વાતાવરણને કારણે ઉધોગપતિઓનો વિશ્વાસ ઓછો થયો છે. કંપનીઓ હવે કાયમી બજાર દબાણ, સ્પર્ધા અને ઘટતી માંગનો સામનો કરી રહી છે. ચીને સોલાર પાવર પેનલ્સ અને ઇલેકિટ્રક વાહનો જેવા ઉધોગ ક્ષેત્રોમાં ભારે રોકાણ કયુ છે, જેના કારણે ભાવ સ્પર્ધા વધુ તીવ્ર બની છે અને કંપનીઓનો નફો ઘટો છે. તેમણે કહ્યું કે, જો બિઝનેસ માટેનું વાતાવરણ નહીં સુધરશે તો કંપનીઓ ઉધોગ માટે નવા વિકલ્પો શોધશે.
જોકે, ચીનની સરકાર ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. આ અંગે ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં, ગ્રાહકો ઘટતી નોકરીઓને કારણે ખર્ચ કરવામાં અચકાય છે. ચીનમાં કાર્યરત ૫૦૦ યુરોપીયન કંપનીઓમાંથી અડધાથી વધુ ત્યાં ખર્ચ ઘટાડવાનું વિચારી રહી છે, જેમાં ૨૬ ટકા કંપનીઓ કર્મચારીઓને ઘટાડવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ સંખ્યા વધુ વધી શકે છે, કારણ કે રોજગાર ક્ષેત્ર પહેલેથી જ દબાણ હેઠળ છે. બીજી તરફ ભારતમાં વિદેશી રોકાણ માટેનું વાતાવરણ સકારાત્મક છે. સ્વીડનમાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે સ્વીડન સહિત યુરોપમાં દસમાંથી આઠ કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાનો ઈરાદો વ્યકત કર્યેા છે.
તાજેતરમાં એક તુલનાત્મક આર્થિક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારત વિદેશી રોકાણકારોને આકર્ષી રહ્યું છે. નિષ્ણાતો આની પાછળ ઘણા કારણો માને છે. એમએસસીઆઈ ઈન્ડેકસમાં ભારતનું વર્ચસ્વ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના અંદાજમાં ચીન કરતાં ઝડપી વૃદ્ધિ, ૨૦૨૭ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારી અને મજબૂત સ્થાનિક બજાર એ ભારતની શકિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech