ઓખા-બેટ દ્વારકાના સિગ્નનેચર બ્રિજના નિર્માણ બાદ જમીન માફીયાઓ મેદાને

  • April 08, 2024 12:09 PM 

કલેકટર અને એસ.પી.ને ટ્વીટ કરી રજૂઆત કરાઈ


જે અંગે ની વધુ વિગત મુજબ ઓખા બેટ દ્વારકા વચ્ચે તાજેતરમાં જ નિર્માણ પામેલ સુદશઁન બ્રિજ બાદ રોજ બરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો બેટ દ્વારકાની મુલાકાતે આવતા થયા છે ત્યારે કમાણી કરી લેવાની નીતી સાથે જમીન માફીયાઓ દ્વારા સુદર્શન બ્રિજ નજીક મોકાની સરકારી જમીન પર પોતાના કબજા જમાવી લીધા હોય તેમ પોત પોતાની બ્રાઉન્ડી વારી લીધાનું તસ્વીરમા જોવા મળી રહ્યું છે


સરકારી જમીનો પર દબાણ કરી વહેંચી નાખવાનું કૌભાંડ ચાલે છે


સુદર્શન બ્રિજ નજીક મોકાની સરકારી જમીન પર ભુ માફીયાઓ દ્વારા દબાણ કરી થોડા દિવસ બાદ આ જગ્યાઓ વહેંચી લાખો રૂપિયા કમાવાનું મસમોટુ કૌભાંડ પણ ચાલી રહ્યું છે સંબંધિત તંત્ર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તો તંત્રના મળતીયાઓ પણ આમાં સામેલ હોય તે વાત ચોક્કસ છે 


ભુ-માફીયાઓ પર તંત્ર મહેરબાન


સુદર્શન બ્રિજ નજીક અને હાઇવે  રોડ પર સરકારી કિંમતી જમીન પર ભુ માફીયાઓ દ્વારા દબાણ કરાયા બાદ પણ તંત્ર તમાસો જોય રહ્યું છે પરંતુ કોય કાયઁવાહી ના કરાતા તંત્ર મહેરબાન હોય તેમ કહી શકાય


કલેકટર - એસ.પી. કરાય રજૂઆત


સરકારી જમીન પર થયેલ દબાણ સંબંધે ઓખાના એક જાગૃત નાગરિકે દેવભૂમિ દ્વારકાના કલેકટર અને જીલ્લા પોલીસ વડા ને લેખીતમાં રજૂઆત કરી હોવાનૂ પણ જાણવા મળ્યું છે જ્યારે અન્ય એક નાગરિક દ્વારા આવા ગેરકાયદે સર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને ટ્વીટ કરી રજૂઆત કરાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News