ભાવનગર શહેર બાદ તાલુકામાં પણ સ્વાઈન ફ્લૂએ પગપેસારો કર્યો છે.ભાવનગર શહેરના અકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લુથી શહેરના સર ટી.હોસ્પિટલમાં મોત નીપજયા બાદ ઘોઘાના વૃદ્ધાનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજ્યું છે.આ સીઝનમાં સ્વાઈન ફ્લૂથી બીજું મોત થયું છે.શહેર અને જિલ્લાના કોરોનાના બે દર્દીઓની સ્થિતિ યથાવત છે.જ્યારે સ્વાઈન ફ્લૂના ૫ દર્દીઓ સારવારમાં છે.
ચાર વર્ષ બાદ પણ કોરોના હજી લોકોનો પીછો છોડતો નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં પૂનઃ કોરોના અને સ્વાઇન ફ્લુએ પગ પેસારો કર્યો છે. ભાવનગર શહેરના અકવાડા વિસ્તારના ૫૮ વર્ષીય વૃદ્ધ મહિલાને સ્વાઈન ફ્લુ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે તેમનું મોત નિપજ્યું હતુ.ત્યાર બાદ તાલુકામાં પણ સ્વાઈન ફ્લૂએ પગપેસારો કર્યો છે. ઘોઘાના ૭૫ વર્ષના વૃદ્ધાને સ્વાઈન ફ્લૂ થતાં તેમને ભાવનગરની સૂચક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.જ્યાં સારવાર દરમિયાન કાલે તેમનું મોત નિપજ્યું હતુ. હાલ ભાવનગર જિલ્લામાં સ્વાઈન ફ્લુના પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે.
ભાવનગર શહેરના સરદાનગર વિસ્તારની યુવતીને કોરોના થવાથી દાખલ કરવામાં આવી હતી જ્યાં બુધવારે તેને ઓક્સિજન પર રાખવામાં આવી હતી તેની સ્થિતી વધુ બગડતા તેને હાલ બાયટેપ મશીન પર રાખવામાં આવી છે. જ્યારે પાલીતાણાના શખ્સને કોરોના કારણે ગઈકાલે બાઈટેપ મશીન પર રાખવામાં આવ્યા હતા પરંતુ તેની સ્થિતિ સુધરતા હવે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ફરી બાઈ ટેપ મશીન પર રાખવામાં આવ્યા છે. હાલ ભાવનગર શહેરના એક અને જિલ્લાના એક એમ કોરોનાના કુલ બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે.શહેરના સત્યનારાયણ રોડ પર રહેતા વૃદ્ધ અને વૃદ્ધા કોરોનાની અસરમાંથી મુકત થતાં તેમને હોમ આઇસોલેશનમાંથી મુક્તિ મળી હતી.
ભાવનગર શહેરના જિલ્લામાં ફરી કોરોના અને દેખા દેતા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.પ્રજાજનોને ઋતુના બદલાવ સાથે સીઝન લ ફ્લૂની સંભવિત પરિસ્થિતિ સામે ભયભીત થવાનું કોઈ કારણ નથી.ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું,ખાંસી કે છીંક ખાતી વખતે નાક અને મોં પર આડો રૂમાલ રાખવો,વારંવાર હાથ ધોવા,વગેરે સાવચેતીઓ રાખવી જોઈએ.લોકોને ફ્લૂના થોડા પણ ચિન્હ જેવા કે શરદી,ખાંસી, તુટ,કળતર,શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તરત જ નજીકના આરોગ્ય સેન્ટરોનો અથવા તો સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને એપેડેમિક અધિકારીએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech