ભાનુમતી ભાન ભુલી: અકસ્માત બાદ દાંતરડું બતાવી ખેલ કરી પોતાના એકિટવાને આગ ચાંપી

  • June 06, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નાના માવા રોડ પાસે આવેલા વામ્બે આવાસ યોજનાના ગેઇટ પાસે યુવતીનું એકટિવાને ટુ વ્હીલર સાથે અકસ્માત થયા બાદ આ યુવતીએ બેફામ ગાળાગાળી કરી દાંતરડું હાથમાં લઇ એકટિવામાં તેના ઘા મારી કામ બાદમાં પોતાનું વાહન સળગાવી દીધું હતું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાને લઇ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી ભાનુમતી નામની આ યુવતીને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવતી જાહેરમાં બેફામ ગાળાગાળી કરતી હોય અને તેના હાથમાં દાંતરડું હોય આ દાતરડા વડે પોતાના એકિટવામાં તોડફોડ કર્યા બાદ પેટ્રોલ છાંટી પોતાના વાહનને આગ ચાપી દીધી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એન. હરિપરાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ અજયભાઈ ભુંડીયા,જીલુભાઇ ગરચર,કુલદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી દાતરડા સાથે જાહેરમાં આ રીતે ખેલ કરનાર યુવતીને ઝડપી લીધી હતી.
પોલીસે જણાવ્યું હતું કે યુવતીનું નામ ભાનુમતી ચેતનભાઇ સાપરા(ઉ.વ ૩૦ રહે. સયાજી હોટલ સામે ચાર માળીયા, આવાસ યોજના બ્લોક નંબર પાંચ,રાજકોટ) હોવાનું માલૂમ પડું છે. આ ઘટના પાછળનું કારણ એવું સામે આવ્યું છે,ભાનુમતીને અન્ય ટુ વ્હીલર સાથે અકસ્માત થતા તે વાહન ચલાવનાર યુવતીએ ભાનુમતી પાસે પૈસા માંગતા તેણે ઉશ્કેરાઇ તારે પૈસા જોઈએ છે કહી ગળાગાળી કરી બાદમાં પોતાનું એકિટવા સળગાવી દીધું હતું. બાદમાં સળગતા એકિટવા પાસે ડિસ્કો પણ કર્યેા હતો. હાલ આ મામલે પોલીસે આ યુવતી સામે કલમ આઇપીસીની કલમ ૧૮૮ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application