સોનાક્ષી સિન્હાએ જ્યારથી ઝહીર ઇકબાલની સાથે લગ્ન કર્યાં છે ત્યારથી હંમેશા કોઇને કોઇ રીતે લાઇમલાઇટમાં રહેતી હોય છે. જો કે લગ્ન પછી એક્ટ્રેસે પહેલીવાર રેમ્પ વોક કર્યું. સોશિયલ મિડીયામાં નવો લુક છવાઇ ગયો છે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં એની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં છે. ઝહીર સાથે લગ્ન કર્યાં પછી એક્ટ્રેસનો પહેલો રેમ્પ વોક વીડિયો સામે આવ્યો છે. આ રેમ્પવોકમાં સોનાક્ષી મસ્ત લાગી રહી છે. સોશિયલ મિડીયામાં સોનાક્ષીનો લુક છવાઇ ગયો છે. આ લુકને કારણે એક્ટ્રેસ સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. આગવી અદાઓથી સોનિક્ષીએ લોકોનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસ રેમ્પ વોકમાં બિન્દાસ અંદાજમાં વોક કરતી જોવાં મળી. સોનાક્ષી એનાં વ્યસ્ત શેડ્યુઅલની વચ્ચે હેપ્પી મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે.
ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યાં પછી સોનાક્ષી ફર્સ્ટ ટાઇમ રેમ્પ વોક કરતી જોવાં મળી. સોશિયલ મિડીયામાં એક્ટ્રેસની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. આ દિલકશ અંદાજની તસવીરો જોઇને તમે પણ ફિદા થઇ જશો. સોનાક્ષી સિન્હાએ રેમ્પ વોક માટે હાઇ સ્લિટ અને એમ્બેલિશમેન્ટ પીંક ગાઉન પહેર્યું હતું. આ પિંક ગાઉનમાં એક્ટ્રેસ બાર્બી જેવી લાગી રહી છે.
સોનાક્ષીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હીલ્સની સાથે પેયર કરી છે. સોનાક્ષીએ ઇવેન્ટમાં રહેલાં લોકોનું ધ્યાન ત્યારે ખેંચ્યુ જ્યારે એમને કાર્ડિગન્સનાં ગીત લવફૂલ પર ડાન્સ પણ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોડાફોન આઈડિયાએ 300 અબજ રૂપિયાનો સોદો કર્યો, નોકિયા-એરિક્સન અને સેમસંગ સાથે મિલાવ્યા હાથ
September 22, 2024 08:29 PMIND vs BAN: બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, 92 વર્ષમાં પહેલીવાર થયું આવું
September 22, 2024 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech