શહેરના દેવપરા રોડ પર આવેલા નીલકઠં પાર્કમાં રહેતા અને ઘડીયાળનું કારખાનું ધરાવનાર કારખાનેદારે થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં પોતાના કારખાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે બે શખસો સામે કારખાનેદારને મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધાયો છે. કારખાનેદારના પુત્રને યુવતી સાથે સંબધં હોય અને તેની સગાઈ થયા બાદ મંગેતરને ફોટા મોકલતા સગાઈ તૂટી ગઈ હતી. બાદમાં યુવતીના પિતા અને તેના કાકાએ યુવકને મારમારી તેમજ તેના પિતા પાસે બે કરોડની માંગણી કરી અગાઉ પિયા દસ લાખ પડાવી લીધા બાદ વધુ પિયા ૨૫ લાખની માંગણી કરી હતી. પૈસાની સગવડ ન થાય તો જમીનનું સાટાખત કરી આપવા કહ્યું હતું જેની ધાક ધમકીઓથી કંટાળી કારખાનેદારે આ પગલું ભર્યાનું કારખાનેદારના પુત્રે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રામનગર શેરી નંબર ૨ માં જય ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કારખાનેદાર સુરેશભાઈ માવજીભાઈ ટીંબડીયા (ઉ.વ ૫૦) નામના પટેલ કારખાનેદારે ગઈકાલે સમી સાંજના પોતાના કારખાનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસમાં મથકના સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
કારખાનેદારને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.સુરેશભાઇએ આપઘાત કરતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી જેમાં રાજુ રોકડ અને સંજય રોકડ નામના શખસનો ત્રાસ હોવાનો અને તેના ત્રાસથી મરવા મજબૂર થયાનું જણાવ્યું હતું. બાદમાં કારખાનેદારના પુત્ર મયુર સુરેશભાઈ ટીંબડિયા (ઉ.વ ૨૩ રહે. નીલકઠં પાર્ક કાવેરી એપાર્ટમેન્ટ સામે દેવપરા રોડ) દ્રારા આ મામલે થોરાળા પોલીસ મથકમાં રાજુ વેલજીભાઈ રોકડ અને સંજય વેલજીભાઈ રોકડ વિદ્ધ પોતાના પિતાને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
મયુર ટીંબડીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેને રાજુભાઈની દીકરી સાથે સંબધં હોય દરમિયાન તેની દીકરીની અન્યત્ર સગાઈ થઈ ગઈ હતી. બાદમાં તે સગાઈ તૂટી ગઈ હતી આ મામલે યુવાને જમાઈને ફોટા મોકલી સમાજમાં બદનામ કરતા સગાઈ તૂટી હોવાની શંકા રાખી યુવાનને અલગ–અલગ જગ્યાએ લઈ જઇ મારમાર્યેા હતો તેમજ સમાધાન માટે પિયા બે કરોડની માંગણી કરી હતી. આરોપીઓએ તેમના સગાના કારખાને ફરિયાદી તથા તેના પિતાને બોલાવી ધાકધમકીઓ આપી હતી અને બળજબરીથી ફરિયાદીના પિતા સુરેશભાઈ પાસેથી પિયા દસ લાખ પડાવી લીધા હતા. આ શખસોએ આટલેથી ન અટકતા વધુ પિયા ૨૫ લાખની માંગણી કરી હતી.
પરંતુ આ વખતે સુરેશભાઈથી આ પિયાની સગવડ ન થતા આરોપીઓએ ધમકી આપી હતી કે, જમીનનું સાટાખાત કરાવી અમારા પૈસા આપી દો આમ કહી બંને આરોપીઓએ ધાક– ધમકી આપતા હોય અને પિયાની સગવડ ન થતાં ફરિયાદીના પિતા સુરેશભાઈએ કારખાનામાં છતના હત્પકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો અને આપઘાત પૂર્વે તેમણે સુસાઇડ નોટ લખી હતી જેમાં તેમણે આ બંને શખસોનો ત્રાસ હોવાનું જણાવ્યું હતું. જેથી આ મામલે કારખાનેદારના પુત્રની ફરિયાદ પરથી થોરાળા પોલીસે રાજુ રોકડ અને સંજય રોકડ બંને સામે આઇપીસીની કલમ ૩૦૬, ૩૨,૩ ૩૮૬, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હત્પં આત્મહત્યા કરવા માટે મજબૂર છું મને માફ કરજો
પટેલ કારખાનેદાર સુરેશભાઈ ટીંબડીયાએ આપઘાત કરતા પૂર્વે હૃદયદ્રાવક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, મારા પર કોઈ દેણુ નથી અને કોઈ પણ જાતની લોન લીધી નથી મારે કેટલાક લોકો પાસેથી પિયા લેવાના છે તે લોકો તમને આપી દેશે. હત્પં આત્મહત્યા કરવા માટે મજબુર છું મને માફ કરજો મારો પરિવાર અને કુટુંબ કે સગા વહાલાનો કોઈ વાંક નથી. અને મારી પાછળ ખર્ચ ના કરતા યુવતી અને મારા પુત્રની બંનેની ભૂલ હશે છતાં મારા દીકરાને અલગ–અલગ જગ્યાએ બોલાવી ચારવાર માર્યેા છે જે હત્પં જોતો રહ્યો છું અને એક પણ શબ્દ બોલ્યો નથી. રાજુભાઈએ .૧૦,૦૦,૦૦૦ ની માંગ કરી હતી જે મેં સમાધાન કરી આપી દીધા છે. ત્યારબાદ સંજયભાઈ આવી ધાક– ધમકી આપી વધુ ૨૫ લાખની માંગ કરી છેલ્લા છ માસથી હેરાન કરતા હોય અને તેની વાડી પણ વેચવા કાઢી હોય પરંતુ વાડી વાવવા આપેલ હોય અને વાડી જોવા માટે કેટલાક લોકોને કીધું હોય પરંતુ સંજયભાઈ અને રાજુભાઈએ પૈસાની વ્યવસ્થા ન થાય તો મરી જાવ તેવી ધમકી આપી હોય મારો મગજ શોટ કરી નાખ્યો હોય તેવું કારખાને પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech